કેટરિના અને વિકી કૌશલ છે બોલિવૂડના લેટેસ્ટ પ્રેમીઓ? મળ્યો લેટેસ્ટ પુરાવો

બોલિવૂડમાં જોરદાર ચર્ચા છે કે કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ બોલિવૂડના લેટેસ્ટ પ્રેમીઓ છે. વિકી અને તેની પ્રેમિકા હરલીન (Harleen Sethi)નું બ્રેકઅપ થયું ત્યારથી આ રિલેશનશીપ ચર્ચામાં છે.

કેટરિના અને વિકી કૌશલ છે બોલિવૂડના લેટેસ્ટ પ્રેમીઓ? મળ્યો લેટેસ્ટ પુરાવો

મુંબઈ : બોલિવૂડમાં જોરદાર ચર્ચા છે કે કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ બોલિવૂડના લેટેસ્ટ પ્રેમીઓ છે. વિકી અને તેની પ્રેમિકા હરલીન (Harleen Sethi)નું બ્રેકઅપ થયું ત્યારથી આ રિલેશનશીપ ચર્ચામાં છે. દિવાળી પાર્ટી દરમિયાન પણ વિકી અને કેટરિના એક મિત્રની દિવાળીપાર્ટીમાં સતત સાથે જોવા મળ્યા હતા. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ જોડી હવે નવા વર્ષની ઉજવણી એકસાથે કરવાનું પ્લાનિંગ કરી રહી છે અને આ રિપોર્ટ પ્રમાણે ધારણા છે કે આ જોડી 2020માં તેમના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લેશે. 

જોકે વિકી અને કેટરિનાની નજીકની એક વ્યક્તિ કહે છે કે તેઓ સિંગલ છે અને ડેટિંગ નથી કરી રહ્યા. એક ચર્ચા પ્રમાણે વિકી અને કેટરિના એક ફિલ્મમાં પણ સાથે કામ કરી રહ્યા છે અને બહુ જલ્દી આ વિશે જાહેરાત કરવામાં આવશે. વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ ‘સરદાર ઉધમ સિંહ’, ‘ભૂત પાર્ટ વન: ધ હોન્ટેડ શિપ’ અને ‘તખ્ત’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. જ્યારે કેટરીના અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થવાની છે. 

કેટરિનાની રિલેશનશીપની વાત કરીએ તો સલમાન ખાન અને કેટરિના કૈફ એક સમયે એકબીજાની ઘણી નજીક હતા. પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવઇન રિલેશનશિપમા રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. કેટરિના ડિપ્રેશનમાં સરી પડી અને ફરી તેણે સલમાનના ખભાનો સહારો લીધો અને તેના કપરા દિવસોમાં સલમાને સંભાળી લીધી. હવે કેટરિના અને વિકી કૌશલની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news