Katrina Kaif અને Vicky Kaushal ના લગ્નનો વીડિયો થયો વાયરલ! સોશિયલ મીડિયા પર મચી ધૂમ
બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) અત્યારે તેમના લગ્નને લઈને સમાચારોમાં છવાયેલા છે. આ બધાની વચ્ચે કે Katrina Kaif અને Vicky Kaushalના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) અત્યારે તેમના લગ્નને લઈને સમાચારોમાં છવાયેલા છે. આ બધાની વચ્ચે કે Katrina Kaif અને Vicky Kaushalના લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.
બોલીવુડ પાવર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કેફ છેલ્લા ઘણા દિવસોથી ખુબ જ ચર્ચામાં છે. લોકો વિક્કી કૌશલ અને કેટરીના કેફના લગ્ન સાથે જોડાયેલી તમામ નાની નાની વાતો જાણવા માગે છે. આ જ કારણથી બંને સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. જો કે, વિક્કી કૌશલ અને કેટરીના કેફે પોતાના લગ્નમાં પ્રાઈવેસી રાખવા માટે ઘણો પ્લાન કર્યો છે. વિક્કી કૌશલ અને કેટરીના કેફ નથી ઈચ્છતા કે, તેમના લગ્નના કોઈ પણ ફોટા ફેન્સ પાસે આવે. આ વચ્ચે વિક્કી કૌશલ અને કેટરીના કેફના લગ્નનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં કેટરીના કેફ, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે દેખાઈ રહી છે. ફેન્સ દાવો કરી રહ્યા છે કે, આ વીડિયો વિક્કી કૌશલ અને કેટરીના કેફના લગ્નનો છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, આ વીડિયો અમિતાભ બચ્ચન અને કેટરીનાની એક એડનો ભાગ છે. જેમાં બોલીવુડની ચીકની ચમેલી દુલ્હન બની હતી.
જણાવી દઈએ કે, કેટરીના-વિકી પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી રાખી રહ્યાં નથી. હવે તાજા અહેવાલો અનુસાર કેટરિના પણ પ્રિયંકા ચોપરાને અનુસરશે. તે ભારતીય પરંપરા અને ક્રિશ્ચિયન વિધિથી પણ લગ્ન કરશે. કેટરીના અને વિકી પહેલા ભારતીય હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે અને પછી ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરશે. કેટરીના તથા વિકીના વેડિંગ ફંક્શન સાત ડિસેમ્બરથી શરૂ થશે. સાતમીએ સંગીત સેરેમની યોજાશે. 8મીએ મહેંદી તથા 9મીએ લગ્ન છે. 10 ડિસેમ્બરે મહેલમાં જ રિસેપ્શન યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે