KBC 10 : આસામની બિનીતા જૈન બની આ સિઝનની પ્રથમ 'કરોડપતિ'

ચેનલ દ્વારા આ એપિસોડનો નાનકડો પ્રમોશનલ વીડિયો આધિકારિક ફેસબૂક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે 

KBC 10 : આસામની બિનીતા જૈન બની આ સિઝનની પ્રથમ 'કરોડપતિ'

નવી દિલ્હીઃ ભારતનો સૌથી પ્રખ્યાત ક્વીઝ ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 10મી સિઝનને પ્રથમ કરોડપતિ મળી ગયો છે. આસામની બિનીતા જૈન રૂ.1 કરોડ જીતવામાં સફળ રહી છે. આ શોનું પ્રસારણ કરતી ચેનલ દ્વારા તેના ઓફિશિયલ ફેસબૂક પેજ પર આ એપિસોડનો એક નાનકડો પ્રમોશન વીડિયો શેર કરવામાં આવ્યો છે. 

આ શોના હોસ્ટ એવા જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન અત્યંત પ્રસન્ન થઈને બિનીતાને અભિનંદન આપતા જણાવે છે કે, 'ઇસ સિઝન કી પહેલી કરોડપતિ' આપ બન ગઈ હૈં. આ વીડિયોમાં હિન્દીમાં કંઈક આ રીતે લખીને પ્રમોશન કરવામાં આવી રહ્યું છે, "જ્ઞાન કી ઈસ દસવેં અધ્યાય મેં મિલ ગઈ હૈં હમે પહેલી કરોડપતિ. પર ક્યા ઉસસે ભી આગે જીત પાએંગી બિનીતાજી? દેખિયા #KBC કા સપ્તકોટી એપિસોડ, 2 ઓક્ટોબર કો ઔર ઉસકી યે એક ઝલક આજ ઈસ એક્સ્ક્લૂસિવ FB પ્રિમિયર મેં. રિમાઈન્ડર કે લિયે યહાં ક્લિક કરે. અમિતાભ બચ્ચન."

પ્રથમ કરોડપતિ બનતી મહિલાનો આ એપિસોડ 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે પ્રસારિત થવાનો છે. પ્રોમોમાં જણાવાયું છે કે, બિનીતા 7 કરોડના ફાઈનલ સવાલનો સામનો કરશે. જો તે સાચો જવાબ આપશે તો તે 7 કરોડની અધધ રકમ જીતી જશે. 

KBC એ બ્રિટિશ કાર્યક્રમ 'હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર'ની નકલ છે. છેલ્લા 9 વર્ષથી મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અત્યંત સફળતા સાથે આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે. આ શોની ત્રીજી સિઝનનું સંચાલન શાહરૂખ ખાને કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news