Video: કેસરી ફિલ્મનું આ ગીત 'તેરી મિટ્ટી' સાંભળી તમારી આંખો દેશભક્તિના આંસુથી ભરાઇ જશે...

કેસરી ફિલ્મનું ગીત તેરી મિટ્ટી... દેશભક્તિ, દેશદાઝથી ભરપુર છે. એક એક શબ્દ દેશદાઝથી સભર છે. અક્ષય કુમાર અભિનીત કેસરી ફિલ્મનું આ ગીત આઝાદીની આગ દિલમાં જલાવીને દેશનો ઝંડો ઉંચો કરનારા જવાનોની યાદમાં સમર્પિત કરાયું છે. 

Video: કેસરી ફિલ્મનું આ ગીત 'તેરી મિટ્ટી' સાંભળી તમારી આંખો દેશભક્તિના આંસુથી ભરાઇ જશે...

નવી દિલ્હી: અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'કેસરી' રિલીઝ થયા પહેલા જ જાણે દેશવાસીઓના દિલો દિમાગ પર છવાઇ છે. સારાગઢીના શોર્યની કહાની આધારિત ફિલ્મ કેસરી બોક્સ ઓફિસ પર છવાઇ જવા માટે તૈયાર છે. ફિલ્મનું નવું ગીત 'તેરી મિટ્ટી' આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતને પંજાબી પ્લે બેક સિંગર બી પ્રાકે ગાયું છે અને એના શબ્દો મનોજ મુંતશિરે લખ્યા છે. ફિલ્મનું આ ગીત સાંભળીને તમારૂ મન ભરાઇ આવશે. દેશ પર જાન ન્યોછાવર કરી દેનારા કેટલાય એવા સાચા હીરો છે કે જે ઇતિહાસમાં દફન છે. આઝાદીની આગને દિલમાં જલાવીને દેશનો ઝંડો ઉંચો કરનારા જવાનોની યાદમાં આ ગીતને સમર્પિત કરવામાં આવ્યું છે. 

અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ગીતને શેયર કરતાં લખ્યું છે કે આ ગીત સારાગઢીના એ હીરોની યાદમાં છે જેમને આપણે ભુલી ગયા છીએ. 

— Akshay Kumar (@akshaykumar) March 15, 2019

આપને જણાવી દઇએ કે ફિલ્મનું ટ્રેલ પહેલા જ લોકોના દિમાગમાં છવાયું છે. ફિલ્મના ગીતો પણ એટલા જ સુંદર છે અને દિલને સ્પર્શી જાય એવા છે. ફિલ્મનું પહેલું ગીત 'સાનૂ કહંદી' એ રિલીઝના ગણતરીના જ સમયમાં ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને એક જગ્યા બનાવી હતી. તો ફિલ્મનું બીજું ગીત 'આજ સિંહ ગરજેગા' પંજાબી સિંગ જૈજી બી અને ચિરરતન ભટ્ટની અવાજમાં પોતાની ધાક જમાવી રહ્યું છે. 

સારાગઢીના યુધ્ધ પર બનેલી ફિલ્મ કેસરી જાંબાજ સૈનિકોની હિંમતની કહાની છે જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે કાફી છે. તમને જણાવીએ કે 122 વર્ષ પહેલા માત્ર 21 શીખોએ 10 હજાર અફઘાની હુમલાખોરો સામે લડાઇ લડી હતી. સારાગઢીની જંગ 1897માં 12 સપ્ટેમ્બરને લડાઇ હતી. કેસરી આ શીખ સૈનિકોની કહાની છે જે 21 માર્ચના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news