આ અભિનેતાએ રણવીર સિંહના લોન્ચ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'તેમના પિતાએ 20 કરોડ રૂપિયા....'

રણવીર સિંહ બોલીવુડમાં સૌથી સારા અભિનેતામાંથી એક ગણાય છે. રણવીર સિંહને આદિત્ય ચોપડાએ યશરાજ પ્રોડકશન્સ દ્વારા ફિલ્મ 'બેંડ બાજા બારાત'થી લોન્ચ કર્યો હતો.

આ અભિનેતાએ રણવીર સિંહના લોન્ચ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'તેમના પિતાએ 20 કરોડ રૂપિયા....'

KRK Reveals about Ranveer Singh's launch in Bollywood: બોલીવુડના જાણીતા ફિલ્મ ક્રિટિક્સ અને અભિનેતા કેઆરકે છાશવારે રિલાઝ થયેલી ફિલ્મના રિવ્યુ માટે જાણીતા છે. એટલું જ નહીં અનેકવાર બોલીવુડ કલાકારો પર કમેન્ટ્સ પણ કરતા જોવા મળે છે. કેઆરકે તેમના વિવાદિત નિવેદનના કારણે મુસીબતમાં પણ મૂકાય છે. તેમના વિરુદ્ધ હાલમાં જ એક કાનૂની મામલો સામે આવ્યો હતો જેમાં સલમાન ખાને કેઆરકે પર અભિનેતાની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના વિરુદ્ધ બદનક્ષીનો કેસ ચાલી રહ્યો હતો. હવે કેઆરકેએ એકવાર ફરીથી ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હાલમાં જ તેમણે યશરાજ પ્રોડક્શન્સ દ્વારા રણવીર સિંહની બોલીવુડમાં થયેલી એન્ટ્રી વિશે વાત કરી. 

રણવીર સિંહ બોલીવુડમાં સૌથી સારા અભિનેતામાંથી એક ગણાય છે. રણવીર સિંહને આદિત્ય ચોપડાએ યશરાજ પ્રોડકશન્સ દ્વારા ફિલ્મ 'બેંડ બાજા બારાત'થી લોન્ચ કર્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે અનુષ્કા શર્માએ પણ અભિનય કર્યો હતો. ફિલ્મ સુપરહીટ હતી. આ ફિલ્મ બાદ રણવીર સિંહને બોલીવુડમાં એક અલગ ઓળખ મળી. હવે કેઆરકેએ દાવો કર્યો છે કે રણવીર સિંહને આદિત્ય ચોપડાએ લોન્ચ નહતો કર્યો પરંતુ વાઈઆરએફ ફક્ત રણવીર સિંહની  બોલીવુડ એન્ટ્રીનો એક રસ્તો હતો. 

Video...

કેઆરકેએ દાવો કર્યો કે રણવીરના પિતાએ તેમના પુત્રને ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવા માટે YRF ને 20 કરોડ રૂપિયા આપ્યા હતા. કેઆરકેએ કહ્યું કે 'હવે તમે વિચારી રહ્યા હશો કે રણવીર સિંહને પણ યશરાજ ફિલ્મ્સે લોન્ચ કર્યો હતો અને આજે તે એક મોટો સ્ટાર છે. તો તમને જણાવીએ કે આદિત્યએ રણવીરને લોન્ચ નહતો કર્યો પરંતુ આદિત્ય દ્વારા રણવીરને લોન્ચ કરાવવામાં આવ્યો હતો.' કેઆરકેએ વધુમાં કહ્યું કે 'રણવીરના પિતાએ આદિત્યને 20 કરોડ રૂપિયા આપ્યા અને ત્યારબાદ YRF એ તેને લોન્ચ કર્યો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news