લતા મંગેશકરની તબિયત પહેલાં કરતા સારી, સાથ દેવા માટે પરિવારે માન્યો આભાર

ભારત કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar)ને શ્વાસ લેવામાં સમસ્યા થતા તેમને સોમવારે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

લતા મંગેશકરની તબિયત પહેલાં કરતા સારી, સાથ દેવા માટે પરિવારે માન્યો આભાર

નવી દિલ્હી : ભારત કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar)ને શ્વાસ લેવામાં સમસ્યા થતા તેમને સોમવારે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્ય વિશે આખો દેશ ચિંતામાં હતો. જોકે હવે સમાચાર આવ્યા છે કે તેમની હાલત પહેલાં કરતા સારી છે. આ વાતની જાણકારી લતા મંગેશકરના પરિવારે જ આપી છે. પરિવારજનોએ ખરાબ સમયમાં સાથ આપવા બદલ લોકોનો પણ આભાર માન્યો છે. પરિવારે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ''લતા દીદીની હાલત સ્થિર અને બહેતર છે. તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. અમે તેમના સંપૂર્ણ રીતે સાજા થવાની રાહ જોઈ રહ્યા છીએ જેથી તેમને ઘરે લાવી શકાય. અમારી સાથે રહેવા અને અમારી અંગત લાગણીનું સન્માન કરવા બદલ આભાર.'' 

लता मंगेशकर की सलामती के लिए सोशल मीडिया पर लोगों ने मांगी दुआ, कहा- 'Get Well Soon'

લતા ભારતના દિગ્ગજ ગાયકોમાંથી એક છે અને તેમણે 1000 ફિલ્મોથી વધુમાં ગીત ગાયા છે. સાથે જ તેમણે 36 રિજનલ અને વિદેશી ભાષામાં પણ ગીત ગાયા છે. તેમને દાદાસાહેબ ફાળકે, ભારત રત્ન, ત્રણ નેશનલ એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મળેલા છે. તેમને સૂર સામ્રાજ્ઞી પણ કહેવામાં આવે છે. તેમના જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરી શુભેચ્છા આપી હતી. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાના રેડિયો શો મન કી બાતમાં કર્યો હતો.

Image result for lata mangeshkar dna

10 નવેમ્બરે જ લતા મંગેશકરે પદ્મિની કોલ્હાપુરેનું ફિલ્મ પાણીપતમાંથી પોસ્ટર શેર કરીને તેને અને આખી ટીમને શુભેચ્છાઓ આપી હતી. ગત 28 સપ્ટેમ્બરે તેઓ 90 વર્ષના થયા હતા ત્યારે બોલિવૂડની જાણીતી હસ્તીઓએ તેમને શુભકામનાઓ આપી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news