શ્રીદેવીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન, પતિ બોની કપૂરે આપ્યો મુખાગ્નિ

બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર આજે બપોરે મુંબઈમાં 3.30 વાગ્યે વિલે પાર્લેના સેવા સમાજ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે

 શ્રીદેવીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન, પતિ બોની કપૂરે આપ્યો મુખાગ્નિ

નવી દિલ્હી: સ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું છે. વિલે પાર્લે વેસ્ટમાં સ્થિત પાર્લે સેવા સમાજ સ્મશાન ભૂમિમાં તેમના પતિ બોની કપૂરે શ્રીદેવીને મુખાગ્નિ આપ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં જાવેદ અખ્તર, શબાના આઝમી, શાહરૂખ ખાન, પ્રસૂન જોશી, અનુપમ ખેર, ગુજરાલ, મહેશ ભૂપતિ, લારા દત્તા, રણવીર અને રાજીવ કપૂર સહિત ઘણા સિતારાઓ સ્મશાન ઘાટ હાજર રહ્યા હતા.

મંગળવારે રાતે 10.30 વાગે શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ તેમના ઘરે પહોંચ્યું, જ્યાં તેમના અંતિમ દર્શન માટે બોલિવૂડની અનેક હસ્તિઓ પહોંચી હતી. અહીં સલમાન ખાન, શાહરૂખ ખાન, અજય દેવગણ, પૂનમ ઢિલ્લોન, રાજપાલ યાદવ, રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રા, સહિત અનેક હસ્તીઓ શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં. આ અગાઉ આજે શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર પહેલા તેને મુંબઈના સેલીબ્રેશન ક્લબ ગાર્ડનમાં રાખવામાં આવ્યું હતું. શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલિવૂડ ઉમટી પડ્યું હતું. માધુરી, એશ્વર્યા, કાજોલ, અજય દેવગણ, સહિતની અનેક હસ્તીઓ અંતિમ દર્શન માટે ઉમટી પડી હતી. શ્રીદેવીના ફેન્સ પણ અંતિમ દર્શન કરવા માટે પહોંચી ગયા હતાં. 

— ANI (@ANI) February 28, 2018

શ્રીદેવીના પાર્થિવ શરીરને સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું. અંતિમ દર્શન માટેનો સમય હવે પૂરો થઈ ગયા બાદ અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. પાર્થિવ દેહને તિરંગમાં લપેટાયો છે અને મુંબઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને વિલેપાર્લેના સેવા સમાજ શ્મસાન ભૂમિ જઈને સમાપ્ત થશે. લગભગ 3.30 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

— ANI (@ANI) February 28, 2018

— ANI (@ANI) February 28, 2018

રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય, તિરંગામાં લપેટાયો પાર્થિવ દેહ
શ્રીદેવીના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવેલો છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શ્રીદેવીને અંતિમ વિદાય પહેલા મુંબઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. શ્રીદેવીને પદ્મશ્રી એવોર્ડથી નવાજમાં આવી હતી.

દુલ્હનની જેમ શણગાર કરાયો
શ્રીદેવીના પાર્થિવ દેહનો દુલ્હનની જેમ શણગાર કરાયો છે. શ્રીદેવીના ચહેરા પર ગજબનું તેજ જોવા મળી રહ્યું છે.

— ANI (@ANI) February 28, 2018

સમગ્ર પરિવાર એક સાથે જોવા મળ્યો
શ્રીદેવીના પાર્થિવ શરીરને તિરંગમાં લપેટવામાં આવ્યો અને રાજકીય સન્માન આપવામાં આવ્યું. આ દરમિયાન તેમના પતિ બોની કપૂર, બંને પુત્રીઓ જ્હાનવી અને ખુશી તથા સમગ્ર કપૂર પરિવાર એકસાથે જોવા મળ્યો.

અંતિમ યાત્રા શરૂ
શ્રીદેવીના અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહને મોગરાની સજાવટવાળા વાહન પર લઈ જવામાં આવી રહ્યો છે. શ્રીદેવીના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો છે. શ્રીદેવીનો દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે.

— ANI (@ANI) February 28, 2018

શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે રખાયો હતો
શ્રીદેવીના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં બોલિવૂડ હસ્તીઓ અને શ્રીદેવીના ચાહકોએ ભારે હૈયે અભિનેત્રીના અંતિમ દર્શન કર્યાં. માધુરી દીક્ષિત, સોનમ કપૂર, સુષ્મિતા સેન, એશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક સેલિબ્રિટીઓએ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી.

શ્રીદેવીને ભારે હૈયે બોલિવૂડ હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ, કોણ કોણ આવ્યું તે તમામ વિગતો માટે નીચેની લિંક પર ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news