મોદી સરકાર ઇનામમાં આપશે મોબાઇલ, ઘરે બેસી કરવું પડશે આ કામ
મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓને વધુમાં વધુ દેશવાસીઓ સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા અલગ-અલગ સ્કીમ લાવવામાં આવી રહી છે. પહેલાં પણ સરકારે નોટબંધીના ફાયદા લોકો સુધી પહોંચાડવા અને ગણતંત્ર દિવસ પર દેશવાસીઓના દિલમાં દેશપ્રેમની ભાવના જગાડવા માટે ખાસ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ વખતે સરકાર દ્વારા એક ખાસ સ્પર્ધા કરવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓને વધુમાં વધુ દેશવાસીઓ સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા અલગ-અલગ સ્કીમ લાવવામાં આવી રહી છે. પહેલાં પણ સરકારે નોટબંધીના ફાયદા લોકો સુધી પહોંચાડવા અને ગણતંત્ર દિવસ પર દેશવાસીઓના દિલમાં દેશપ્રેમની ભાવના જગાડવા માટે ખાસ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ વખતે સરકાર દ્વારા એક ખાસ સ્પર્ધા કરવામાં આવી રહી છે. આ સ્પર્ધાનો હેતુ યુવાનો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવાનો છે. આ એક ટેગલાઇન ક્રિએશન સ્પર્ધા છે. આ વિજેતાને સરકાર દ્વારા મોબાઇલ ફોન ગિફ્ટ કરવામાં આવશે. આ ઓફર વિશે જાણકારી માઇગોવ ડૉટ ઇન (http://mygov.in) પર મળશે.
આ છે પ્રોગામ
કેંદ્ર સરકાર ઇચ્છે છે કે રોકાણકારોમાં સરકારની યોજનાઓ પ્રત્યે જાગૃતતા લાવવામાં આવે. તેના માટે સરકારે ઇન્વેસ્ટર્સ એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) બનાવી છે. IEPFનું નિર્માણ કંપનીઝ એક્ટ 2013ના આધીન સેક્શન 125માં કરવામાં આવી છે. સપ્ટેમ્બર 2016માં ઇન્વેસ્ટર્સ એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. આ ઓથોરિટી દ્વારા ટેગલાઇનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા વિશે વધુ જાણકારી http://mygov.in પર આપવામાં આવી છે.
આ કરવુ પડશે
આ સ્પર્ધામાં જો તમે ભાગ લેવા માંગો છો તો તમારે એક ટેગલાઇન બનાવવી પડશે. ટેગલાઇનમાં વધુમાં વધુ 70 કેરેક્ટર હશે. તમારા દ્વારા બનાવવામાં આવેલી ટેગલાઇનમાં ઇન્વેસ્ટર્સ અવેરનેસનું રિફ્લેક્શન જરૂરી છે. જો તમારી ટેગલાઇનને આ સ્પર્ધામાં પસંદ કરવામાં આવે છે તો સરકાર તેને પોતાની ઇંટિલેક્ચુઅલ પ્રોપર્ટી જાહેર કરી દેશે. આ ટેગલાઇનનો ઉપયોગ સરકાર દ્વારા જાહેરાતોમાં કરવામાં આવશે.
આ છે સિલેક્શન પ્રોસેસ
જો તમે આ સ્પર્ધામાં ભાગ લો છો તો તમારે ટેગલાઇન બનાવ્યા પછી http://mygov.in પર અપલોડ કરવી પડશે. આ ટેગલાઇનને સ્ક્રીનિંગ કમિટીની પાસે મોકલવામાં આવશે. સ્ક્રીનિંગ કમિટી 20 એંટ્રીને પસંદ કરશે. આ 20 એંટ્રીને ફાઇનલ સિલેક્શન માટે મોકલવામાં આવશે.
આ રીતે કરો અરજી
સૌથી પહેલાં તમારે તમારી ટેગલાઇનની પીડીએફ ફાઇલ તૈયાર કરવી પડશે. તેમાં તમારું નામ, સરનામું, ઇમેલ આડી, આઇડી પ્રૂફ, અને મોબાઇલ નંબર વગેરે પુરી માહિતી આપવી પડશે. હવે આ પીડીએફ ફાઇલને http://mygov.in પર એટેચ કરી અપલોડ કરવી પડશે. તેમાં તમારો પુરો પરિચય, ઇમેલ આઇડી, પોસ્ટલ એડ્રેસ, આઇડી પ્રૂફની સ્કેન કોપી પણ એટેચ કરવી પડશે. તેના માટે તમે 15 માર્ચ 2018 સુધી અરજી કરી શકો છો. ( સ્પર્ધા સંબંધી વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે