National Film Awards: પંકજ ત્રિપાઠીને સ્પેશ્યલ મેંશન એવોર્ડ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ
ભારત સરકાર તરફથી દર વર્ષે અપાતા પ્રતિષ્ઠિત એવોર્ડનું ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલાયદું જ સ્થાન છે
Trending Photos
નવી દિલ્હી : ભારતીય સિનેમામાં 65મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સની પોતાની જ શાખ છે અને દરેક ફિલ્મકાર અને કલાકાર આ પુરસ્કારો મેળવવાની ઇચ્છા રાખે છે. નવી દિલ્હી આયોજીત કરવામાં આવેલી આ નેશનલ ફિલ્મ એવોર્ડમાં ભારત સરકારની તરફથી આપવામાં આવતા પુરસ્કારમાં અલગ- અલગ શ્રેણીઓમાં કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા. વિજેતાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, આઇએન્ડબી મંત્રી સ્મૃતી ઇરાની અને આઇએન્ડબી રાજ્યમંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે, શ્રીદેવી અને વિનોદ ખન્ના હંમેશા માટે યાદ કરવામાં આવશે.
- શ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપીને નવાજવામાં આવ્યા. પુત્રી જાહન્વી અને ખુશી કપુર સાથે બોની કપૂર દિવંગત પત્ની વતી એવોર્ડ સ્વિકાર્યો હતો.
- બંગાળી અભિનેતા રિદ્ધિ સેને ફિલ્મ નગર કિર્તન માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો
- અસમિયા ફિલ્મ વિલેજ રોકસ્ટારે સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર જીત્યો. આ ફિલ્મના નિર્દેશક રિમા દાસને પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
- બીજી તરફ બેસ્ટ ફિચર માટે મૃત્યુભોજ માટે તંજિંગ કુચોક અને સંજીવ મોંગાને સર્વશ્રેષ્ઠ સંપાદનનું પુરસ્કાર આપવામાં આવ્યું
- ફિલ્મ ન્યૂટન માટે પંકજ ત્રિપાઠીને સ્પેશ્યલ મેંશન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા
- મધ્યપ્રદેશને ધ મોસ્ટ ફિલ્મ ફેર્ન્ડલી સ્ટેટનો એવોર્ડ એનાયત થયો.
- ભારતનાં સૌથી પ્રસિદ્ધ કોરિયોગ્રાફર્સ પૈકી એક ગણેશ આચાર્યને ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા માટે સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ મળ્યો હતો.
- બાહુબલી 2ને ધ બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે