સલમાન ખાનના ગીતે બનાવ્યો બોલિવૂડમાં ક્યારેય ન બન્યો હોય એવો રેકોર્ડ

'દબંગ ખાન'ના આ રેકોર્ડથી બોલિવૂડના સ્ટાર્સ બહુ દુર છે

સલમાન ખાનના ગીતે બનાવ્યો બોલિવૂડમાં ક્યારેય ન બન્યો હોય એવો રેકોર્ડ

મુંબઇ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરિના કૈફનો 'સ્વેગ' ઓછો થવાનો નામ નથી લેતો. દબંગ ખાનથી ઓળખાતા સલમાનની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'એ બોક્સઓફિસ પર 545 કરોડ રૂ.ની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે આ ફિલ્મના ગીતે જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. 

ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી 'ટાઇગર ઝિંદા હૈ'ના ગીત 'સ્વેગ સે કરેંગે સબ કા સ્વાગત'ને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. આ ગીત એટલું લોકપ્રિય થયું છે કે એને યુ ટ્યૂબ પર 60 કરોડથી વધારે વખત જોવામાં આવ્યું છે. આમ, આ ગીત બોલિવૂડનું સૌથી વધારે સાંભળવવામાં આવેલું ગીત બની ગયું છે. આ ગીતમાં સલમાન ખાન અને કેટરિનાએ જોરદાર ડાન્સ કર્યો છે અને ગીતને કોરિયોગ્રાફ કર્યું છે વૈભવી મર્ચન્ટે. આ ગીતને ગ્રીક આઇલેન્ડમાં શૂટ કરવામાં આવ્યું છે. 

'સ્વેગ સે કરેંગે સબ કા સ્વાગત'ના શબ્દો લોકપ્રિય ગીતકાર ઇરશાદ કામિલે લખ્યા છે તેમજ વિશાલ દદલાની અને નેહા ભસીને આ ગીત ગાયું છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની આ ફિલ્મનું ડિરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news