Taarak Mehta ની જૂની સોનુ Big Boss ના ઘરમાં કરશે પ્રવેશ! ભીડેની પુત્રીને સલમાન પણ કરે છે પસંદ

BIG BOSS SEASON 15: તારક મહેતાની જૂની સોનુ. બિગ બોસના ઘરમાં કરશે પ્રવેશ! BIG BOSSના ફેન્સ દર વર્ષે આ શોની આતુરતાથી રાહ જોતા હોય છે, કયા કયા પ્રતિયોગી  ભાગ લેશે તેને લઈ ફેન્સમાં દર વર્ષે ઉત્સુકતા જોવા મળે છે. દરરોજ આ શોના સંભવિત સ્પર્ધકના નામ સામે આવતા રહે છે. શોના મેકર્સ પણ એવી સેલેબ્રિટીનો સંપર્ક કરી રહ્યા છે જેઓ ફેમસ હોય કે અથવા સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહેતા હોય. મીડિયા રિપોર્ટસના અહેવાલ મુજબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ નિધિ ભાનુશાળીનો BIG BOSSના મેકર્સે સંપર્ક કર્યો છે. નિધિ ભાનુશાળી BIG BOSS SEASON-15માં એન્ટ્રી લઈ શકે છે.

Taarak Mehta ની જૂની સોનુ Big Boss ના ઘરમાં કરશે પ્રવેશ! ભીડેની પુત્રીને સલમાન પણ કરે છે પસંદ

નવી દિલ્લીઃ BIG BOSSના ફેન્સ દર વર્ષે આ શોની આતુરતાથી રાહ જોતા હોય છે, કયા કયા પ્રતિયોગી  ભાગ લેશે તેને લઈ ફેન્સમાં દર વર્ષે ઉત્સુકતા જોવા મળે છે. દરરોજ આ શોના સંભવિત સ્પર્ધકના નામ સામે આવતા રહે છે. શોના મેકર્સ પણ એવી સેલેબ્રિટીનો સંપર્ક કરી રહ્યા છે જેઓ ફેમસ હોય કે અથવા સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહેતા હોય. મીડિયા રિપોર્ટસના અહેવાલ મુજબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ નિધિ ભાનુશાળીનો BIG BOSSના મેકર્સે સંપર્ક કર્યો છે. નિધિ ભાનુશાળી BIG BOSS SEASON-15માં એન્ટ્રી લઈ શકે છે.

મેકર્સે નિધિનો કર્યો સંપર્ક:
ZEE મીડિયાની સહયોગી વેબસાઈટ Bollywoodlife.comની રિપોર્ટ અનુસાર BIG BOSSના મેકર્સે લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળીનો સંપર્ક કર્યો છે. નિધિની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈ તેને બિગ બોસની ઓફર કરાઈ છે પરંતુ નિધિએ હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
 

સોશલ મીડિયામાં નિધિના લાખો ફેન્સ:
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ભીડેની દીકરીનો રોલ નિભાવનાર નિધિ ભાનુશાળીએ શો છોડી દીધો. નિધિ ભાનુશાળી હવે યંગ, બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ બની ગઈ છે. નિધિ તેના ઈન્સ્ટાગ્રામમાં ફોટા શેર કરતી હોય છે અને તેને હજારોમાં લાઈક્સ મળે છે. નિધિ ભાનુશાલી આખા ભારતમાં સોલો ટ્રીપ માટે નીકળી ગઈ હતી જેના તેને અવારનવાર ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

વર્ષ 2019માં છોડ્યું 'TMKOC'
નિધિએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. નિધિએ વધુ ઉચ્ચ અભ્યાસ માટે વર્ષ 2019માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ છોડી દીધી. હાલ પલક સિધવાની 'સોનુ'નું પાત્ર ભજવી રહી છે. નિધિ પહેલા જીલ મહેતાએ આ પાત્ર ભજવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news