તૈમૂર નહી, Cuteness ના મામલે કેનેડાના PMનો પુત્ર બન્યો ઇંટરનેટ સેંસેશન
Trending Photos
નવી દિલ્હી: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના પરિવારની સાથે ભારતના સાત દિવસના પ્રવાસ પર છે. જસ્ટિન ટ્રુડો પોતાના 'કૂલ' અંદાજ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ ભારત આવ્યા ત્યારે બધાની નજર પીએમ જસ્ટિન ટ્રુડોના નાના પુત્ર હેડ્રી પર હતી, હેડ્રીની ક્યૂટનેસના લીધે મોટાભાગે ઇન્ટરનેટ પર ચર્ચામાં રહેનાર કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂરને પાછળ છોડી દીધો છે. ઇન્ટરનેટ પર યૂજર્સ આ બંને ક્યૂટ બાળકોમાંથી કોણ વધુ ક્યૂટ છે, જેવી વાતો કરી રહ્યાં છે. પહેલાં તાજ મહેલ અને મંગળવારે મુંબઇમાં બ ઇઝનેસ ટાઇકૂન્સ અને બોલીવુડની હસ્તીઓને મળ્યા બાદ આજે કેનેડિયન પીએમ પોતાના પરિવાર સાથે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા છે.
ફરી વાયરલ થયો વીડિયો
કેનેડિયન પીએમ પોતાના પરિવાર સાથે અમૃતસર જેવા પ્લેનમાંથી ઉતરી રહ્યાં હતા, હેડ્રીએ ફરી એક એવી હરકત કરી કે બધાની નજરમાં આ છોટે ઉસ્તાદ પર અટકી ગઇ. એએનઆઇ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કેનેડિયન પીએમ જ્યારે પોતાના પરિવાર સાથે નીચે ઉતરવા લાગ્યા ત્યારે તેમની પત્નીએ નાના પુત્રને હાથ પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને હાથ પકડાવાની ના પાડી દીધી. જસ્ટિન ટ્રુડો પરિવાર હેડ્રીને એકેલા મુકીને નીચે ઉતરી ગયો અને આખરે તે જાતે નીચે ઉતર્યો.
(ફોટો સાભાર PTI)
આ પહેલાં ભારત પહોંચેલા ટ્રુડો પરિવારનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કેનેડા પીએમ પોતાના પરિવાર સાથે પ્લેનમાંથી બહાર આવે છે અને પછી નમસ્તે કરતાં અભિવાદન કરે છે. જ્યારે તે સીડીઓથી નીચે આવવાનું શરૂ કરે છે તો તેમની પત્ની સોફી ગ્રેગોઇર નાના પુત્ર હેડ્રીનો હાથ પકડવા લાગે છે. પરંતુ હેડ્રી પોતાની માતાનો હથ છોડાવી લે છે અને જાતે નીચે ઉતરવા લાગે છે.
#WATCH: Canadian Prime Minister #JustinTrudeau arrived in #Punjab's Amritsar, with his family, earlier today. pic.twitter.com/vOXDvO51Pe
— ANI (@ANI) February 21, 2018
ફક્ત ભારતીય પ્રવાસ પર જ નહી, જસ્ટિન ટ્રુડોનો આ નાનો પુત્ર હેડ્રી અવારનવાર પોતાની ક્યૂટ હરકતોના લીધે ચર્ચામાં રહે છે. પરંતુ ભારત પહોંચેલા આ નાના સ્ટારને લોકોએ સીધો 'તૈમૂર' સાથે ભરાવી દીધો.
Indian Media is busy giving coverage to Justin Trudeau's 3 yr old son Hadrien !!!
Sorry Taimur we failed you 😓
— #AAPasurMardini (@Tan_Tripathi) February 18, 2018
Canadian PM @JustinTrudeau's youngest son Hadrien upon arrival in Delhi
Track LIVE updates here: https://t.co/ISA8ECW0Pj pic.twitter.com/u4rMSjKTlj
— NDTV (@ndtv) February 17, 2018
Canadian PM @JustinTrudeau's youngest son Hadrien upon arrival in Delhi
Track LIVE updates here: https://t.co/ISA8ECW0Pj pic.twitter.com/u4rMSjKTlj
— NDTV (@ndtv) February 17, 2018
તમને જણાવી દઇએ કે અમૃતસર સ્થિત સ્વર્ન મંદિર ગયા બાદ આજે જ દિલ્હી પરત ફરશે. આવતીકાલે એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ ટ્રુડો જામા મસ્જિદ જશે. તે દિવસ તે કેનેડાઇ અને ભારતીય ઉદ્યોગપતિઓની એક બેઠકમાં વ્યાખ્યાન આપશે. વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે 23 ફેબ્રુઆરીના રોજ તેમની વિભિન્ન મુદ્દાઓ પર વ્યાપક વાતચીત થશે. 24 ફેબ્રુઆરીના રોજ તે યુવા પ્રતિભાઓની એક બેઠકને સંબોધિત કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે