હવે આશ્રમ-2 વેબ સિરીઝ વિવાદમાં, કરણી સેનાએ લગાવ્યો મોટો આરોપ


કરણી સેનાએ આ વેબ સીરિઝમાં હિન્દૂ સંસ્કૃતિને ખોટી રીતે પ્રસ્તૃત કર્યાનો આરોપ લગાવ્યો છે. અને એવું પણ કહ્યું છે કે, આ વેબ સીરિઝ નવી પેઢી માટે આશ્રમનું ખોટું ઉદાહરણ પૂરું પાડે છે. 

હવે આશ્રમ-2 વેબ સિરીઝ વિવાદમાં, કરણી સેનાએ લગાવ્યો મોટો આરોપ

નવી દિલ્હીઃ અક્ષય કુમારની ફિલ્મનું નામ 'લક્ષ્મી બોમ્બ'થી બદલીને 'લક્ષ્મી' કરાવ્યા બાદ હવે કરણી સેનાએ 'આશ્રમ' વેબ સીરિઝ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. આશ્રમ વેબ સીરિઝ થોડા દિવસ પહેલાં રિલીઝ થઈ હતી. જેમાં બોબી દેઓલ મુખ્ય પાત્રમાં જોવા મળ્યાં હતાં. લોકોએ આ વેબ સીરિઝને ખૂબ પસંદ કરી. એમએક્સ પ્લેયર પર આ વેબ સીરિઝ ફ્રીમાં સ્ટ્રીમ થઈ હતી. જો કે આ જ વેબ સીરિઝનો પાર્ટ-2 હવે 11 નવેમ્બરે રિલીઝ થવાનો છે. પણ તે પહેલાં જ કરણી સેનાએ આશ્રમ વેબ સીરિઝ સામે વિરોધ નોંધાવ્યો છે. અને MX PLAYERને નોટિસ ફટકારી છે. 

કરણી સેનાએ કેમ કર્યો વિરોધ
કરણી સેનાએ આ વેબ સીરિઝમાં હિન્દૂ સંસ્કૃતિને ખોટી રીતે પ્રસ્તૃત કર્યાનો આરોપ લગાવ્યો છે. અને એવું પણ કહ્યું છે કે, આ વેબ સીરિઝ નવી પેઢી માટે આશ્રમનું ખોટું ઉદાહરણ પૂરું પાડે છે. કરણી સેનાએ પ્રકાશ ઝાની આ વેબ સીરિઝનો આક્રમણ રીતે વિરોધ નોંધાવ્યો છે. જણાવી દઈએ કે, આશ્રમ ચેપ્ટર-2 વેબ સીરિઝનું નામ 'ડાર્ક સાઈડ' છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ટ્રેલર જોયા બાદ મહારાષ્ટ્રમાં કરણી સેનાના પ્રદેશ સંગઠન મંત્રી સુરજીત સિંહે વેબ સીરિઝ નિર્માતાને કાનૂની નોટિસ ફટકારી છે.

દુલ્હનના પોશાકમાં પતિ સાથે જોવા મળી Sapna Choudhary, લોકો કરવા લાગ્યા આ પ્રશ્નો

નોટિસમાં લખ્યું છે કે, 'ધ ડાર્ક સાઈડ' વેબ સીરિઝનું ટ્રેલર હિન્દૂઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવું છે. આ સાથે જ હિન્દૂઓની નકારાત્મક છબી રજૂ થતી હોવાનો પણ આરોપ છે. વેબ સીરિઝમાં જે રીતે હિન્દૂઓની પ્રાચીન પરંપરાઓ, રીતિ રિવાજો અને સંસ્કૃતિને બતાવી છે તે લોકોના વિચારો પર ખોટી અસર પાડી શકે છે. બસ આ જ તમામ બાબતોનો કરણી સેનાએ વિરોધ ઉઠાવ્યો છે. સાથે જ નોટિસમાં લખ્યું છે કે આ તમામ બાબતો આશ્રમ વેબ સીરિઝના પહેલાં ભાગમાં પણ હતી અને આ બીજી સીરિઝમાં પણ આજ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે. માટે ધ ડાર્ક સાઈડનું ટ્રેલર તાત્કાલિકરૂપે હટાવવાની માગ કરી છે અને વેબ સીરિઝને રિલીઝ પર રોક લગાવવામાં આવે. 

જો કે મહત્વની વાત તો એ છે કે, કરણી સેનાના આટલા વિરોધ બાદ પણ હજુ સુધી વેબ સીરિઝના નિર્માતાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી. જો કે, આ વિરોધ બાદ નિર્માતાના ઈન્ટરવ્યૂ તમામ રદ કરી દેવામાં આવ્યા છે. એમએક્સ પ્લેયર પર ડાર્ક સાઈડ 11 નવેમ્બરે  મફતમાં સ્ટ્રીમ થશે. આ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે ઘણા એવા બાબા અને ધર્મગુરૂ છે જે લોકોની ભાવનાઓનો ખોટો ઉપયોગ કરે છે. લોકોમાં આગામી સીઝનને લઇને મોટી ઉત્સુકતા છે. હવે જોવાનું રહેશે કે બોબી દેઓલની આ વેબ સીરિઝનો પાર્ટ-2 11 નવેમ્બરે રિલીઝ થશે કે નહીં. જો કે આશ્રમ વેબ સીરિઝ જોયા બાદ લોકો પાર્ટ-2ની રાહ જોઈને જ બેઠા હતાં. ત્યારે હવે પાર્ટ-2ની જાહેરાત તો થઈ ગઈ પણ કરણી સેનાએ વિવાદ કરતાં અનેક સવાલોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news