B'day: 65 વર્ષના થયા સીનિયર અભિનેતા પંકજ કપૂર, પુત્ર શાહિદ સાથે આ વાત પર છે વિવાદ
પંકજ કપૂર આર્ટ ફિલ્મોમાં ધુરંધર અભિનેતા રહ્યાં છે. બોલીવુડથી લઈને નાના પડદા સુધી દરેક જગ્યાએ નામના મેળવનાર પંકજ કપૂર ચાર્મિંગ અભિનેતા શાહિદ કપૂરના પિતા છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડના શાનદાર અભિનેતાઓમાંથી એક પંકજ કપૂર આજે પોતાનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. પંકજ કપૂર આર્ટ ફિલ્મોના ધુરંધર અભિનેતા રહ્યાં છે. બોલીવુડથી લઈને નાના પડદા સુધી દરેક જગ્યાએ નામના મેળવનાર પંકજ કપૂર ચાર્મિંગ એક્ટર શાહિદ કપૂરના પિતા છે. ફિલ્મ ગાંધીથી પોતાના કરિયરની શરૂઆત કરનારા અભિનેતા પંકજ કપૂર નેશનલ સ્કૂલ ઓફ ડ્રાનાના વિદ્યાર્થી રહી ચુક્યા છે અને તેમણે થિએટરમાં પણ ઘણો સમય પસાર કર્યો છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેમની મુલાકાત અભિનેત્રી અને ડાન્સર નીલિમા અજીમ સાથે થઈ અને બંન્નેએ લગ્ન કર્યા હતા પરંતુ આ સંબંધનો થોડા સમયમાં અંક આવ્યો હતો. ત્યારબાદ પંકજની જિંદગીમાં અભિનેત્રી સુપ્રિયા પાઠકની એન્ટ્રી થઈ અને આજે તેમનો પૂરો પરિવાર છે.
પંકજ કપૂર પોતાની પહેલી પત્ની અને પુત્રની સાથે છૂટાછેડા બાદ પણ જોડાયેલા છે. પંકજ કપૂરને હંમેશા પૌત્રી અને પૌત્રની સાથે સ્પોટ થયા છે. તો શાહિદ કપૂરનો પણ પોતાની સ્ટેપ મોમ સુપ્રિયા પાઠક સાથે સારો સંબંધ છે. પરંતુ શાહિદની પોતાના પિતાની સાથે તેમના ગુસ્સાવાળા સ્વભાવને કારણે તકરારમાં રહે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન શાહિદે જણાવ્યું હતું કે, તેને તેના પિતાની બે વસ્તુ ગમતી નથી એક તો ગુસ્સો કરવો અને બીજું તે વધુ ઓવર પ્રોટેક્ટિવ છે.
29 મે 1954માં લુધિયાનામાં જન્મેલા પંકજ કપૂરની ફિલ્મી સફર ગાંધીથી શરૂ થઈ હતી. આ ફિલ્મને 8 ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. પંકજને તેમના ટીવી શો ઓફિસ-ઓફિસના રોલ મુસ્સદી લાલ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. તો પંકજ કપૂરની 'મેં પ્રેમ કી દીવાની હું,' 'ધર્મ', 'મકબૂલ' અને ફાઇડિંગ ફેની જેવી ફિલ્મો ફેન્સ વચ્ચે પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી હતી. પુત્ર શાહિદ કપૂરની સાથે પંકજ કપૂર ફિલ્મ શાનદારમાં જોવા મળ્યા હતા. આ સિવાય પંકજ કપૂર અને શાહિદે ફિલ્મ મૌસમમાં પણ સાથે કામ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે