પરિણીતી રાઘવ ચઢ્ઢાનો લગ્ન પછીનો પહેલો ફોટો વાયરલ, ઉદયપુરમાં યોજાયું રિસેપ્શન

Parineeti Raghav Wedding Photo: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્ન પછી ઉદયપુરમાં જ પહેલા રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનનો પહેલો ફોટો સામે આવ્યો છે જેમાં પરિણીતીએ સિમ્પલ પિંક કલરની સાડી પહેરી છે સાથે જ ગળામાં હેવી ડાયમંડ ચોકર નેકલેસ અને સેંથામાં સિંદૂર લગાવેલું છે. 

પરિણીતી રાઘવ ચઢ્ઢાનો લગ્ન પછીનો પહેલો ફોટો વાયરલ, ઉદયપુરમાં યોજાયું રિસેપ્શન

Parineeti Raghav Wedding Photo: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાત જન્મ માટે એકબીજાના બની ગયા છે.  આ બંને સ્ટાર્સના લગ્નના ફોટો જોવાની આતુરતા લોકોમાં ઘણા દિવસોથી હતી. આ આતુરતાનો અંત હવે આવી ગયો છે.  પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્ન પછીનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ ફોટોમાં બંને સ્ટાર્સ સુંદર દેખાય છે. ફોટામાં પરિણીતી ગુલાબી સાડીમાં સેંથામાં સિંદૂર સાથે જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્ન પછી ઉદયપુરમાં જ પહેલા રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનનો પહેલો ફોટો સામે આવ્યો છે જેમાં પરિણીતીએ સિમ્પલ પિંક કલરની સાડી પહેરી છે સાથે જ ગળામાં હેવી ડાયમંડ ચોકર નેકલેસ અને સેંથામાં સિંદૂર લગાવેલું છે. આ સિવાય તેના હાથ પર મહેંદી લગાવેલી જોવા મળે છે. આ તસવીરમાં અભિનેત્રીની સગાઈની રીંગ પણ જોવા મળે છે. ફોટોમાં રાઘવ ચઢ્ઢાએ બ્લેક કોટ અને પેન્ટ સાથે સફેદ શર્ટ પહેર્યું છે. આ ફોટોમાં બંને કોઝી પોઝ આપતા જોવા મળ્યા હતા.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી લગ્નની વિધિ કે લગ્નનો કોઈ જ ફોટો શેર કર્યો નથી. પરંતુ પરિણીતી અને રાઘવની રિસેપ્શન પાર્ટીનો ફોટો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતી 25 સપ્ટેમ્બરે રાઘવ સાથે દિલ્હી તેના સાસરે જશે.

આ સિવાય રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લગ્ન પહેલાનો છે જેમાં રાઘવ ચઢ્ઢા ક્રીમ કલરની શેરવામાં જોવા મળે છે. વીડિયોમાં તેની આસપાસ ઘણા મહેમાનો જોવા મળી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news