Deepika Padukone: 'પઠાણ'માં દીપિકાના 'પેલા' સીન પર કાતર ફરી...વિવાદ બાદ સેન્સર બોર્ડને પણ ના ગમ્યાં 'બેશર્મ રંગ'
Pathan Film Controversy: ફિલ્મમાં 13 જગ્યા પર પીએમઓનો ઉલ્લેખ હતો તેમાં પ્રમુખ અથવા તો મંત્રી શબ્દ કરી દેવામાં આવ્યો છે.. ભારતીય જાસૂસી સંસ્થા રોના એજન્ટને બદલે હમારે એજન્ટ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે... આનાથી સસ્તી કોચ ન મળી એવા શબ્દ પ્રયોગને બદલે આનાથી સસ્તી ડ્રિંક ના મળી એવો શબ્દ પ્રયોગ કરાયો છે.
દીપિકાના ઉત્તેજક ક્લોઝ અપ પર કાતર ફરી
સેન્સર બોર્ડ દ્વારા અમુક દ્રશ્યો દૂર કરાયા
રશિયા, મિસિસ ભારતમાતા જેવા શબ્દો પણ બાદ
Trending Photos
Deepika Padukone in Pathan Movie: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણમાં બેશરમ રંગ ગીતમાં દીપિકાના શરીરના ચોક્કસ ભાગોને હાઈલાઈટ કરતા ક્લોઝ અપ હવે હટાવી દેવાયા છે...બહુત તંગ કિયા લિરિક્સની સાથે આવતા કેટલાંક ઉત્તેજક હાવભાવ સાથેનાં દ્રશ્યો પણ સેન્સર બોર્ડ દ્વારા દૂર કરી દેવાયા છે... પઠાણમાં મોટાપાયો કાપકૂપ કરવામાં આવી હોવાની પુષ્ટિ સેન્સર બોર્ડના વડા પ્રસૂન જોશી દ્વારા અગાઉ જ કરવામાં આવી હતી...હવે તેમા બેશરમ રંગ ગીતમાં દીપિકાના કેટલાક સાઈડ પોઝ પણ હવે બાદ થઈ ગયા છે... જોકે, બિકનીનો રંગ બદલાયો છે કે નહીં તે અંગે કશું સ્પષ્ટ કહેવાયું નથી...
ફિલ્મમાં 13 જગ્યા પર પીએમઓનો ઉલ્લેખ હતો તેમાં પ્રમુખ અથવા તો મંત્રી શબ્દ કરી દેવામાં આવ્યો છે.. ભારતીય જાસૂસી સંસ્થા રોના એજન્ટને બદલે હમારે એજન્ટ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે... આનાથી સસ્તી કોચ ન મળી એવા શબ્દ પ્રયોગને બદલે આનાથી સસ્તી ડ્રિંક ના મળી એવો શબ્દ પ્રયોગ કરાયો છે. અશોક ચક્રની જગ્યાએ વીર પુરસ્કાર, એક્સ કેબીજીની જગ્યાએ એક્સ એસબીયું તથા મીસેજ ભારતની જગ્યાએ હમારી ભારત માતા શબ્દ પ્રયોગ બદલવામાં આવ્યો છે... બ્લેક પ્રિઝન રશિયા એવા ડાયલોગમાંથી રશિયા શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મમાં ખુબ જ ઉત્તેજક સીન રાખવામાં આવ્યાં હતાં. જેમાં ખાસ કરીને દીપિકા અને શાહરુખ વચ્ચે ખુબ ઈન્ટીમેટ સીન ફિલ્માવાયા હતાં. આ દ્રશ્યોમાં દીપિકાને બિકીનીમાં દર્શાવવામાં આવી હતી. જોકે, સમગ્ર વિવાદનું મૂળ આ બિકીની જ રહી. કારણકે, બેશર્મ રંગ નામનું ફિલ્મનું હોટ સોંગ વિવાદોમાં ઘેરાયું. આ ગીતમાં દીપિકાએ જે બિકીની પહેરી હતી તે ભગવા રંગની હતી. જેને કારણે અનેક ધાર્મિક સંગઠનોએ અને લોકોએ આનો વિરોધ કર્યો હતો. ભારે વિવાદ બાદ આખરે બિકીનીનો રંગ અને ફિલ્મના કેટલાં દ્રશ્યોને હટાવવાની ફરજ પડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે