ક્રૂડના ભાવમાં ફરી થયો વધારો, મુંબઇમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયાની નજીક પહોચ્યો

ડીઝલની કિંમતોમાં 0.21 પૈસાનો વધારો તયો છે, જેનાથી ડિઝલની કિંમત 74.63 રૂપિયા થઇ છે.

ક્રૂડના ભાવમાં ફરી થયો વધારો, મુંબઇમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયાની નજીક પહોચ્યો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં શનિવારે પણ સતત વધારો યથાવત રહ્યો હતો. શનિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસાનો વધારો નોધાયો હતો, જેથી દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત વધીને 83.40 રૂપિયા થઇ ગઇ હતી, જ્યારે ડિઝલના ભાવમાં 0.21 પૈસાનો વધારો નોંધાયો હતો. જેથી તેની લીટરની કિંમત 74.63 રૂપિયા થઇ ગઇ હતી. 

મુંબઇમાં પણ વધ્યા ભાલ 
જ્યારે મુંબઇમાં પણ પેટ્રોલમાં 22 પૈસાનો વધારો થતા લીટરે પેટ્રોલનો ભાવ 90.75 રૂપિયા થયો હતો. જ્યારે ડિઝલમાં પણ 22 પૈસાનો વધારો થતા 79.23 રૂપિયા પર કિંમતો પહોંચી હતી.

એક અઠવાડિયામાં કેટલા વધ્યા પેટ્રોલ અને ડિઝલના ભાવ 
પેટ્રોલની કિંમતોમાં ગુરૂવારે 14 પૈસાનો વધારો નોંધાયો હતો, જેથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 83 રૂપિયા અને મુંબઇમાં 90.35 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઇ હતી, જ્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ 74.24 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં 78.82 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. જ્યારે બુધવારે ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો જોવા મળ્યો ન હતો. મંગળવારે મુંબઇમાં પેટ્રોલના ભાવ 90.22 રૂપિયા પ્રતિ લીટરે પહોચ્યો હતો. 

તેલ કંપનીઓએ ક્રૂડ ઓઇલના ભાવમાં 14 પૈસાનો વધારો કર્યો હતો. જ્યારે બે દિવસ પહેલા મુંબઇમાં પેટ્રોલ 90.28 રૂપિયા ભાવે વેચવામાં આવી રહ્યું હતું, આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો તૂટવાના કરાણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news