Photo: પ્રિયંકાએ પ્રથમવાર દેખાડ્યો પુત્રીનો ચહેરો, સામે આવી માલતીની ક્યૂટ તસવીર

Priyanka Chopra Daughter Malti: આ વર્ષે જાન્યુઆરીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા એક પુત્રીની માતા બની હતી, પરંતુ તેણે અત્યાર સુધી પુત્રીનો ચહેરો ક્યારેય જાહેર કર્યો નથી. પરંતુ હવે ઇન્સ્ટા સ્ટોરીમાં ચહેરો સામે આવી ચુક્યો છે. 

Photo: પ્રિયંકાએ પ્રથમવાર દેખાડ્યો પુત્રીનો ચહેરો, સામે આવી માલતીની ક્યૂટ તસવીર

નવી દિલ્હીઃ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાની પર્સનલ લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ વર્ષે જાન્યુઆરીમાં તે એક પુત્રીની માતા બની હતી, ત્યારબાદ તે પોતાની બેબીને લઈને ખુબ લાઇમલાઇટમાં રહે છે અને તેનું કારણ છે તેની પુત્રીનો ફેસ.

હકીકતમાં જ્યારથી પ્રિયંકા માતા બની છે ત્યારથી તેના ફેન્સ તેની પુત્રીનો ચહેરો જોવા માટે ખુબ ઉત્સુક છે. પરંતુ હવે અભિનેત્રીએ પોતાની પુત્રીનો ફેસ રિવીલ કરી દીધો છે. 

પ્રિયંકા ચોપડાએ શેર કર્યો ફોટો
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડાએ પુત્રીનું નામ 'માલતી મૈરી ચોપડા જોનસ' (Malti Marie Chopra Jonas) રાખ્યું છે, જેનો ચહેરો હવે સામે આવી ચુક્યો છે. પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માલતીનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ખુબ પ્રેમાળ લાગી રહી છે. 

જે તસવીર પ્રિયંકાએ શેર કરી છે તેમાં માલતી બેઠી જોવા મળી રહી છે, જેણે સફેદ કલરનું ટી-શર્ટ પહેરી રાખ્યું છે, જેના પર દેશી ગર્લ લખેલું છે. તો ફોટો પર કેપ્શન આપતા પ્રિયંકાએ માલતીને 'દેશી ગર્લ' ગણાવી છે. 

આખો ચહેરો નથી કર્યો રિવીલ
પ્રિયંકાએ આ તસવીર દ્વારા પણ પુત્રીનો ચહેરો રિવીલ કર્યો નથી. સામે આવેલા ફોટોમાં માલતીનો માત્ર અડધો ચહેરો જોવા મળી રહ્યો છે, પરંતુ તેને જોઈને લાગે છે કે તે ખુબ ક્યૂટ છે. 

મધર્સ ડે પર પણ પ્રિયંકાએ શેર કર્યો હતો ફોટો
પ્રિયંકા ચોપડાએ મધર્સ ડે પર સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા માલતીની ઝલક પોતાના ફેન્સને દેખાડી હતી. પરંતુ તે સમયે પણ ચહેરો સામે આવ્યો નહીં. પરંતુ હવે આ લેટેસ્ટ ફોટોમાં માલતીનો હાફ ફેસ રિવીલ થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news