Stock Market Closing: શેર માર્કેટ બન્યું રોકેટ, સેન્સેક્સમાં 500 પોઇન્ટથી વધુની તેજી, આ શેરે મચાવી ધમાલ

Stock Market Closing: આજનો કારોબાર દિવસ પૂર્ણ થયા બાદ મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સૂચંકાક સેન્સેક્સ લગભગ 515.31 પોઈન્ટ એટલે કે 0.88 ટકાના જબરદસ્ત ઉછાળા સાથે 59,332.60 પોઈન્ટ પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી માત્ર 106.00 પોઇન્ટ એટલે કે 0.60 ટકા તેજી સાથે 17,640.75 પોઇન્ટ પર બંધ થયો છે.

Stock Market Closing: શેર માર્કેટ બન્યું રોકેટ, સેન્સેક્સમાં 500 પોઇન્ટથી વધુની તેજી, આ શેરે મચાવી ધમાલ

Stock Market Closing: ભારતીય શેર બજાર માટે આજના કારોબારી દિવસે તેજી જોવા મળી. બજાર આજે સવારે લીલા નિશાન સાથે ખુલ્યું અને દિવસભરના ટ્રેડિંગ સેશન બાદ લીલા નિશાન પર બંધ થયું છે. આજનો કારોબાર પૂર્ણ થયા બાદ મુંબઇ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ લગભઘ 515.31 પોઈન્ટ એટલે કે 0.88 ટકાના જબરદસ્ત ઉછાળા સાથે 59,332.60 પોઈન્ટ પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી માત્ર 106.00 પોઈન્ટ એટલે કે .60 ટકા ની તેજી સાથે 17,60.75 પોઈન્ટ પર બંધ થયો છે.

સવારે કેવા રહ્યા હાલ?
આજે સવારથી જ શેર બજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. મોંઘવારીમાં રાહત અને અમેરિકન બજારમાં આવેલી જબરદસ્ત તેજીથી ધરેલુ શેર બજાર ગુરૂવાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યું. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી સહિત મુખ્ય સૂચકાંકોમાં તેજી જોવા મળી હતી. ગુરૂવાર સવારે 30 પોઇન્ટવાળો સેન્સેક્સ 503 પોઈન્ટનો કૂદકો મારી 59,320 ના સ્તર પર ખુલ્યો. ત્યારે 50 પોઈન્ટનો નિફ્ટી 175 પોઇન્ટની મજબૂતી સાથે 17,711 ના સ્તર પર ખુલ્યો હતો.

ગ્લોબલ માર્કેટના હાલ
બીજી તરફ અમેરિકન બજાર અઢી મહિનાના ઉપરના સ્તર પર પહોંચી ગયું. ડાઉ જોંસ 535 પોઇન્ટ વધ્યો જ્યારે નેસ્ડેક 325 પોઇન્ટના ઉછાળા સાથે દિવસના સર્વોચ્ચ સપાટી ઉપર બંધ થયો. એસજીએક્સ નિફ્ટી 200 પોઈન્ટ ઉછળી 17,750 ની નજીક છે. ડાઓ ફ્યૂચર્સ 100 પોઈન્ટ ઉપર છે. ક્રુડ ઓઇલ 97 ડોલર પ્રતિ બેરલ પર થઈ ગયું છે.

આજે LIC ના શેરમાં તેજી જોવા મળી રહી છે. LIC ના શેર આજે પણ 0.40 ની તેજી સાથે 683.00 પર બંધ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news