આ સેલિબ્રિટી બહેનપણીઓ તો છુપી રુસ્તમ, ઇશા અંબાણીના ઘરે ભેગી થઈ અને પછી...

પ્રિયંકા ચોપરા જ્યારે મુંબઈમાં હોય છે ત્યારે પોતાનો દરેક દિવસ ખાસ બનાવવાની કોશિશ કરે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા ફેમિલી સાથે ડિનર પર ગઈ હતી. હાલમાં જ પ્રિયંકાએ એક ખાસ તસવીર શેયર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા અને તેની બહેન પરિણીતી ખાસ ફ્રેન્ડ ઇશા અંબાણી પિરામલના ઘરે ભેગી થઈ મસ્તી કરતી જોવા મળી હતી. 

આ સેલિબ્રિટી બહેનપણીઓ તો છુપી રુસ્તમ, ઇશા અંબાણીના ઘરે ભેગી થઈ અને પછી...

મુંબઈ : પ્રિયંકા ચોપરા જ્યારે મુંબઈમાં હોય છે ત્યારે પોતાનો દરેક દિવસ ખાસ બનાવવાની કોશિશ કરે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા ફેમિલી સાથે ડિનર પર ગઈ હતી. હાલમાં જ પ્રિયંકાએ એક ખાસ તસવીર શેયર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા અને તેની બહેન પરિણીતી ખાસ ફ્રેન્ડ ઇશા અંબાણી પિરામલના ઘરે ભેગી થઈ મસ્તી કરતી જોવા મળી હતી. 

પ્રિયંકા ચોપરાએ આ તસવીર શેર કરીને ઈશાને પરફેક્ટ યજમાન ગણાવી. ઈશાએ પોતાના ફ્રેંડ્સને રવિવારે આઈસ્ક્રીમ પાર્ટી માટે બોલાવ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકાની બહેન પરિણીતી, સૃષ્ટિ બહલ આર્ય, રાધિકા મર્ચન્ટ અને તમન્ના દત્ત જોવા મળ્યા. આ પાર્ટી માટે બધી બહેનપણીઓએ મળીને હોમમેડ આઇસ્ક્રીમ મેકરની મદદથી ઘરે જ આઇસક્રીમ બનાવ્યો હતો અને એની મજા માણી હતી. 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તસવીર શેર કરતાં પ્રિયંકાએ લખ્યું, “ઈશા હોમ મેડ આઈસ્ક્રીમ માટે થેન્ક્યૂ, લવ યૂ. તારું ઘર ખૂબ સુંદર છે.” આલિયા ભટ્ટને ટેગ કરીને પ્રિયંકાએ લખ્યું, ‘તે દરેક ક્ષણની મસ્તી મિસ કરી છે.’ આ તસવીરમાં બધા એકદમ ખુશ જોવા મળ્યા. નોંધનીય છે કે ઈશા અને પ્રિયંકા ખાસ મિત્રો છે. બંને એકબીજાના ત્યાં અવારનવાર પાર્ટી કરતાં કે પ્રસંગોમાં જોવા મળે છે.

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

પ્રિયંકાની આ પોસ્ટ પર પરિણીતીએ લખ્યું, બેસ્ટ નાઈટ એવર. જ્યારે સૃષ્ટિ બહલે લખ્યું, ગેંગ #બેસ્ટ. હવે આ કમેન્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે બધાએ ઈશાના ઘરે ખૂબ મસ્તી કરી છે. જો કે, આ પાર્ટીમાં આલિયા ભટ્ટ સિવાય ઈશા અંબાણીની ભાભી શ્લોકા પણ ન જોવા મળી પણ રાધિકા મર્ચન્ટ જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news