ઓશોની ચેલી બની જશે Priyanka Chopra Jonas! વિગત જાણવા કરો ક્લિક

બોલિવૂડથી શરૂઆત કરીને હોલિવૂડ સુધી છવાઈ ગયેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનાસ (Priyanka Chopra Jonas) પોતાના લુક્સ અને લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હવે પ્રિયંકા વિશે મોટા સમાચાર આવ્યા છે

ઓશોની ચેલી બની જશે Priyanka Chopra Jonas! વિગત જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડથી શરૂઆત કરીને હોલિવૂડ સુધી છવાઈ ગયેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનાસ (Priyanka Chopra Jonas) પોતાના લુક્સ અને લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હવે પ્રિયંકા વિશે મોટા સમાચાર આવ્યા છે કે તે ઓશો રજનીશની ચેલી બનાવ જઈ રહી છે. હકીકતમાં મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા તેની આગામી ફિલ્મમાં મા આનંદ શીલા (Ma Anand Sheela)નો રોલ ભજવતી જોવા મળશે. આ ફિલ્મ મા આનંદ શીલાની બાયોપિક છે. આ કોન્ટ્રોવર્શિયલ કેરેક્ટરની બાયોપિકને પ્રિયંકા કો-પ્રોડ્યૂસ પણ કરવાની છે. ફિલ્મનું નામ શીલા રાખવામાં આવ્યું છે અને તે ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર રિલીઝ થશે. આ ફિલ્મને ઓસ્કર અવોર્ડ વિજેતા ડિરેક્ટર બેરી લેવિન્સન ડિરેક્ટ કરવાના છે. 

ઇન્ડિયન ગુરુ રજનીશ એટલે કે ઓશોનાં વિશ્વાસપાત્ર મા આનંદ શીલાએ થોડા સમય પહેલાં પ્રિયંકા ચોપરા જોનસને લીગલ નોટિસ મોકલી હતી. પ્રિયંકા મા આનંદ શીલાની બાયોપિકમાં લીડ રોલ પ્લે કરવાની હતી અને એને પ્રોડ્યૂસ કરવાની હતી. જોકે, મા આનંદ શીલાનો એવો અભિપ્રાય હતો કે, જ્યારે પણ તેમના જીવન પર આધારિત કોઈ ફિલ્મ બને તો પ્રિયંકા ચોપરાએ નહીં પરંતુ આલિયા ભટ્ટે તેમનો રોલ પ્લે કરવો જોઈએ. આ વિશે આલિયાએ કહ્યું છે કે જો મા આનંદ શીલા ફીલ કરતા હોય કે હું તેમના પાત્રને ભજવવા માટે યોગ્ય છું તો હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું અને આભારી છું. 

1981થી 1985 દરમ્યાન મા આનંદ શીલા ઓશોના પર્સનલ સેક્રેટરી હતા. યુએસમાં થયેલ સૌથી મોટા બાયો- ટેરેરિસ્ટ અટેક માટે તેઓ જવાબદાર હતા. યુએસના ઓર્ગનના વાસ્કો કાઉન્ટીમાં તેમણે આ ષડયંત્ર રચ્યું હતું. આ કાંડને 1984 રજનીશ બાયોટેરર અટેક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ દોષિત સાબિત થયા હતા અને 20 વર્ષની જેલની સજા થઇ હતી પણ 39 મહિના બાદ પેરોલ પર છોડી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news