નિક સાથે લગ્ન પછી પ્રિયંકા બદલી નાખશે પોતાનું નામ !

બોલિવૂડ-હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જલદી ફેમસ સિંગર નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે

નિક સાથે લગ્ન પછી પ્રિયંકા બદલી નાખશે પોતાનું નામ !

મુંબઈ : બોલિવૂડ-હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જલદી ફેમસ સિંગર નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરમાં થશે. આ લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. ગત અઠવાડિયે ન્યૂયોર્કમાં પ્રિયંકાનું બ્રાઈડલ શાવર થયું જેમાં કેલી રિપો અને લ્યૂપિતા ન્યોંગો જેવા હોલિવૂડ સેલિબ્રિટી હાજર રહ્યા હતા. આ પછી એમ્સટડમમાં યૉટ પર પ્રિયંકાની બેચલર પાર્ટી થઈ જેમાં સોફી ટર્નર, સૃષ્ટિ બહલ આર્યા, તમન્ના દત્ત, નતાશા પાલ, ચંચલ ડિસૂઝા અને ડૈના સપનિક જેવી ખાસ ફ્રેન્ડ જોવા મળી.

આ બંને પાર્ટીના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. પાર્ટીના ફોટોમાં પ્રિયંકાએ કેપ પહેરેલી છે જેના પર ‘P.C.J.’ ઈનીશિયલ્સ લખેલા છે. આ જોઈને અંદાજ લગાવી શકાય છે કે પ્રિયંકા લગ્ન પછી પોતાનું નામ બદલી પ્રિયંકા ચોપરા જોનસ કરવા મામલે ગંભીરતાથી વિચારી રહી છે.

ડીએનએમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાની માતા મધુ ચોપડા પોતાની દીકરીના લગ્ન ટ્રેડિશનલ સ્ટાઇલથી કરવા માગે છે જેના પગલે મહેંદી તેમજ સંગીત સેરિમની અનુક્રમે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા તેમજ નિક પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ભારત આવશે. તેઓ ત્રણ અલગ-અલગ ફંક્શન માટે જોધપુરના બે વેન્યુને પહેલાં ફાઇનલ કરી ચૂક્યા છે. જાણકારી પ્રમાણે પ્રિયંકા માટે નિક જોનસે લોસ એન્જેલસમાં એક ઘર ખરીદી લીધું છે. આ ઘરની કિંમત લગભગ 47.50 કરોડ રૂપિયા કહેવાઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news