અભિનેતા આર.માધવન પરિવાર સાથે દૂબઈમાં થઈ ગયો શિફ્ટ, કારણ જાણશો તો તમે પણ કહી દેશો અરે વાહ!


અભિનેતા આર.માધવન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે, પ્રશસંકો તેમના અભિનયના તો ફેન છે પરંતુ તેમના ઉમદા સ્વભાવથી પણ લોકો પ્રભાવિત થયા છે. આર.માધવન પોતાના દીકરા વેદાંતને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીથી દૂર રાખી રહ્યા છે. હવે જાણકારી આવી છે કે આર.માધવન પોતાના પરિવાર સાથે દૂબઈમાં શિફ્ટ થયા છે.
 

અભિનેતા આર.માધવન પરિવાર સાથે દૂબઈમાં થઈ ગયો શિફ્ટ, કારણ જાણશો તો તમે પણ કહી દેશો અરે વાહ!

નવી દિલ્હીઃ બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામના મેળવનાર અભિનેતા આર. માધવને લાંબી ફિલ્મી કારકિર્દીમાં યાદગાર પાત્રો ભજવ્યા છે. માધવન જેટલી સુંદર રીતે પડદા પર ફિલ્મોમાં તેમનો અભિનય ભજવે છે, તેટલી જ ઈમાનદારીથી પોતાના પરિવારની કાળજી લે છે. તેઓ પુત્ર, પતિ અને પિતા તરીકેની પોતાની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે.

પુત્રનું સ્વપન સાકાર કરવા માગે છે માધવન
માધવનને તેના ચાહકો એક પરફેક્ટ ફેમિલી મેન માને છે. મહત્વનું છે કે અભિનેતા પુત્રના કારણે દુબઈમાં શિફ્ટ થઈ ગયા છે.માધવનનો પુત્ર વેદાંત રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલો સ્વીમર છે અને તેણે ઘણી સ્પર્ધાઓ જીતી છે. હવે વેદાંતે ઓલિમ્પિક ચેમ્પિયનશિપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સ્થિતિમાં માધવને પણ પોતાના પુત્રના સપનાને સાકાર કરવા માટે કમર કસી દીધી છે.

પુત્રને ઓલિમ્પિક માટે તૈયાર કરી રહ્યા છે માધવન
કહેવામાં આવી રહ્યું છે કે માધવન પુત્ર વેદાંતને ઓલિમ્પિક 2026 માટે તૈયાર કરી રહ્યા છે અને કારણે તેઓ પરિવાર સાથે દૂબઈ શિફ્ટ થઈ ગયા છે. અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં આ વાત પર મહોર લગાવી દીધી છે. માધવને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુંબઈમાં મોટાભાગના સ્વિમિંગ પુલ કોરોનાની સ્થિતિના કારણે બંધ છે.

દૂબઈમાં તૈયારી કરી શકશે વેદાંત
આર.માધવનના મતે કેટલાક સ્વિમિંગ પુલ ખુલ્લા છે પણ ત્યા પૂરતી સુવિધા નથી. પુત્રને તેની તૈયારીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે માધવને મોટો નિર્ણય લીધો, માધવન પરિવાર સાથે દુબઈમાં પરિવાર સાથે શિફ્ટ થઈ ગયા છે. આર.માધવનના મતે દુબઈમાં સ્વિમિંગ સ્પર્ધાની તૈયારી માટેની સારી વ્યવસ્થા છે જેથી વેદાંત આરામથી તૈયારી કરશે અને ત્યાં તેને કોઈ મુશ્કેલી નહીં નડે.

વેંદાતે પરિવાર સાથે દેશનું નામ કર્યું છે રોશન
માધવન ખુશ છે કે તેના પુત્રએ ફિલ્મ ઉદ્યોગથી અલગ પોતાના માટે કંઈક વિચાર્યું. તમને જણાવી દઈએ કે વેદાંતે થોડા સમય પહેલા જુનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા હતા. આ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓએ માધવનને પુત્રની જીત માટે ઘણી શુભેચ્છાઓ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news