ના હોય!!! Bigbossના પૂર્વ સ્પર્ધકે કર્યા ત્રીજા લગ્ન

 રાહુલના પહેલા લગ્ન 2006માં શ્વેતા સિંહ સાથે થયા હતા. પરંતુ બે વર્ષ બાદ શ્વેતાએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવીને તલાક લીધા હતા. તો 2010માં એક રિયાલિટી શો રાહુલ દુલ્હનિયા લે જાયેંગેમાં રાહુલે બંગાળી બ્યૂટી ડિમ્પી ગાંગુલી સાથે બીજા લગ્ન કર્યા હતા

ના હોય!!! Bigbossના પૂર્વ સ્પર્ધકે કર્યા ત્રીજા લગ્ન

નવી દિલ્હી : ભાજપના પ્રખ્યાત દિવંગત નેતા પ્રમોદ મહાજનના દીકરા રાહુમ મહાજનને બિગબોસ શોએ ચર્ચાનો વિષય બનાવ્યા હતા. રાહુલ મહાજન અચાનકથી એકવાર ફરીથી ચર્ચામાં આવ્યા છે અને આ વખતે રાહુલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. 43 વર્ષના રાહુલ મહાજને પોતાનાથી 18 વર્ષ નાની કઝાકિસ્તાની મોડલ નતાલ્યા ઈલીના સાથે લગ્ન કર્યાં છે. 20 નવેમ્બરના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં રાહુલે નતાલ્યા સાતે ભારતીય રીતરિવાજથી સાત ફેરા લીધા હતા. 

राहुल महाजन ने रचाई तीसरी शादी, घर लाए विदेशी बहू

પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલે નતાલ્યા સાથે માલાબાર હિલ પર આવેલ એક મંદિરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં રાહુલનો પરિવાર અને નજીકના લોકો સામેલ થયા હતા. રાહુલે મુંબઈ મિરર સાથે વાત કરતા કહ્યું કે, મેં પહેલા બે લગ્ન બહુ જ ધૂમધામથી કર્યા હતા, પરંતુ તે સંબંધો ચાલ્યા ન હતા. તેથી આ વખતે હું કોઈ દેખાવો કરવા માંગતો નથી. રાહુલે 18 વર્ષ નાની નતાલ્યા સાથે લગ્ન કરવા પર કહ્યું કે, ઉંમરનો અંતર મારા માટે કોઈ જ મહત્વનો નથી.

Rahul Mahajan is an Indian reality show entertainer 

ઉલ્લેખનીય છે કે, રાહુલ અને નતાલ્ય ગત એક વર્ષથી એકબીજાને જાણે છે. રાહુલના પહેલા લગ્ન 2006માં શ્વેતા સિંહ સાથે થયા હતા. પરંતુ બે વર્ષ બાદ શ્વેતાએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવીને તલાક લીધા હતા. તો 2010માં એક રિયાલિટી શો રાહુલ દુલ્હનિયા લે જાયેંગેમાં રાહુલે બંગાળી બ્યૂટી ડિમ્પી ગાંગુલી સાથે બીજા લગ્ન કર્યા હતા. ડિમ્પીએ પણ રાહુલ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો અને બાદમાં રાહુલના ફરીથી તલાક થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news