Shilpa Shetty ને ધક્કો મારી ઘરમાંથી બહાર કાઢી રહ્યાં છે રાજ કુંદ્રા, વાયરલ થયો વીડિયો

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે શિલ્પા શેટ્ટીને માતાની ઘરે જવાનું કહી રહ્યાં છે. 

Shilpa Shetty ને ધક્કો મારી ઘરમાંથી બહાર કાઢી રહ્યાં છે રાજ કુંદ્રા, વાયરલ થયો વીડિયો

નવી દિલ્હીઃ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પરંતુ આ મામલામાં તેના પતિ પણ પાછળ નથી. રાજ કુંદ્રા (Raj Kundra) પણ વીડિયો શેર કરતા રહે છે. હાલમાં શિલ્પાના પતિએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાજ કુંદ્રા પોતાની પત્ની શિલ્પા (Shilpa Shetty-Raj Kundra Viral Video) ને માતાના ઘરે મોકલવાની યુક્તિ લગાવી રહ્યા છે. 

શિલ્પાને મોકલી ઘરની બહાર
રાજ કુંદ્રા  (Raj Kundra) એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેને જોઈને લોકો પણ ચોંકી ગયા અને હસી રહ્યાં છે. વીડિયોમાં રાજ પત્ની શિલ્પાને પૂછે છે કે 'સાંભળ મને લોટરી લાગશે તો તું શું કરીશ? તેના પર શિલ્પા જવાબ આપે છે કે અડધી રકમ લઈશ અને માતાના ઘરે ચાલી જઈશ. બસ શિલ્પા શેટ્ટીની આ વાતથી ખુશ થઈને રાજ કહે છે કે એક હજારની લોટરી લાગી છે. આ લે અડધી રકમ અને નીકળ અહીંથી.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Kundra (@rajkundra9)

વાયરલ થયો વીડિયો
રાજ (Raj Kundra) મજાક ભર્યા અંદાજમાં શિલ્પા (Shilpa Shetty) ને ધક્કો મારતા ઘરેથી નિકળી જવા માટે કહે છે. સોશિયલ મીડિયા પર લોકો ખુબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. મહત્વનું છે કે રાજ અને શિલ્પા હંમેશા આવા ફની વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news