1 મિનિટનું લિપલોક, 47 રિટેક, 3 દિવસ સુધી હીરો-હીરોઈને કરી હતી કિસ: 1996ની હતી બ્લોકબસ્ટર ફિલ્મ
Raja Hindustani kiss scene : ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ દર્શને તાજેતરમાં આ સીન વિશે કેટલીક ખાસ વાતો શેર કરી હતી. ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'ના કિસિંગ સીનને આજે પણ સૌથી રોમેન્ટિક સીન્સમાં ગણવામાં આવે છે.
Trending Photos
Raja Hindustani kiss scene : 90ના દાયકામાં ઘણી એવી ફિલ્મો હતી જેને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. તે સમયગાળા દરમિયાન કેટલાક લવ ડ્રામા બ્લોકબસ્ટર સાબિત થયા હતા. આવી જ એક ફિલ્મ હતી 'રાજા હિન્દુસ્તાની'. કરિશ્મા કપૂર અને આમિર ખાન અભિનીત આ ફિલ્મે મોટા પડદા પર ધૂમ મચાવી હતી. જ્યારે પણ આ ફિલ્મની વાત કરવામાં આવે છે ત્યારે લીડ જોડીના કિસિંગ સીન અંગે ચર્ચાઓ થતી હોય છે. ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ દર્શને તાજેતરમાં આ સીન વિશે કેટલીક ખાસ વાતો શેર કરી હતી.
ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'ના કિસિંગ સીનને આજે પણ સૌથી રોમેન્ટિક સીન્સમાં ગણવામાં આવે છે. કરિશ્મા કપૂર અને આમિર ખાન માટે આ સીનનું શૂટિંગ કરવું સરળ ન હતું. તમને જણાવી દઈએ કે આ સીનના શૂટિંગ દરમિયાન 47 રિટેક કરવામાં આવ્યા હતા. 1 મિનિટના આ સીન માટે બબીતા પણ તેની પુત્રી સાથે સેટ પર હતી.
ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' 15 નવેમ્બર 1996ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં કરિશ્મા અને આમિરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ રોમેન્ટિક ડ્રામાનું બજેટ 5.75 કરોડ રૂપિયા હતું અને તેણે 76.34 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મી યુગની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી.
ફિલ્મમાં કરિશ્મા કપૂર પાલનખેત જાય છે અને આ દરમિયાન તે રાજા એટલે કે આમિર ખાનને મળે છે. કરિશ્મા આમિરના સ્વભાવથી પ્રભાવિત થાય છે અને તેના પ્રેમમાં પડે છે, ત્યારબાદ ફિલ્મની વાર્તામાં ઘણા વળાંક આવે છે. ફિલ્મમાં આમિર અને કરિશ્મા પર એક લિપલોક સીન શૂટ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ડિરેક્ટર ધર્મેશ દર્શને રેટ્રો લહરેંને આપેલા ઈન્ટરવ્યુમાં આ કિસિંગ સીનનો ઉલ્લેખ કર્યો હતો.
ધર્મેશના કહેવા પ્રમાણે, 'કરિશ્મા સેટ પર ખૂબ જ ઉત્સાહી હતી અને પોતાના કામ પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હતી. જ્યારે કિસિંગ સીનની વાત આવી ત્યારે તે તેના વિશે વાત કરવામાં પણ સંકોચ અનુભવતી હતી. કરિશ્મા નાની હતી અને તેણે ક્યારેય કિસિંગ સીન કર્યા ન હતા.
ધર્મેશે આગળ કહ્યું, 'મેં બબીતાજીને ફોન કરીને આખો સીન સમજાવ્યો. હું જાણતો હતો કે માત્ર એક માતા જ તેની પુત્રીને આ દ્રશ્ય યોગ્ય રીતે સમજાવી શકે છે. આ સીનના શૂટિંગ દરમિયાન ત્રણ દિવસ બબીતાજી મારી સાથે રહ્યા કારણ કે મેં તેમને જવા દીધા ન હતા. કરિશ્માએ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ સીન ઉટીમાં ફેબ્રુઆરીમાં શૂટ કરવામાં આવ્યો હતો અને તે 3 દિવસ સુધી ચાલ્યો હતો. હું અને આમિર બસ આ સીન ખતમ થવાની રાહ જોઈ રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે