બોલિવુડ અભિનેત્રીની જીભ લપસી, રણવીર સિંહને ન્યૂડ જોઈને મને શાંતિ મળી છે અને....
Trending Photos
Ranveer Singh Nude Photoshoot: બોલિવુડ અભિનેતા રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટને લઈને ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. રાખી સાવંત પહેલા જ રણવીરને આ વાયરલ ફોટોશૂટને લઈને પોતાનું સમર્થન આપી ચૂકી છે. હવે તેઓ ઈચ્છે છે કે રણવીર આ પ્રકારના ફોટોઝ માટે આગામી સમયમાં પણ પોઝ આપતા રહે. આખરે રાખી આવું કેમ ઈચ્છે છે, તેનું કારણ પણ તેણે દર્શાવ્યું છે.
રાખી સાવંતે જણાવ્યું છે કે, તેમના નજીકના દોસ્ત રણવીરે પોતાના લેટેસ્ટ ફોટોઝમાં ન્યૂડ પોઝ આપીને ભારતમાં મહિલાઓની ફેવર કરી છે. તમને જણાવી દઈએ કે રણવીરે હાલમાં પેપર મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. તેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો સિલસિલો હજુ પણ ચાલું છે. ઘણા લોકો રણવીરનો સપોર્ટ કરીને ફોટોશૂટને ક્લાસિક બતાવી રહ્યા છે, તો ઘણા લોકો ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવીને રણવીરની નિંદા કરી રહ્યા છે. ન્યૂડ ફોટોશૂટને લઈને રણવીર વિરુદ્ધ ઘણી ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે.
આમ જોવા જઈએ તો એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ અભિનેતાએ રણવીરનું સમર્થન કર્યું છે. રાખી પણ આ લિસ્ટમાં સામેલ છે. તેઓ હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ આદિલ ખાનની સાથે દાદા સાહેબ ફાળકે આઈકોન એવોર્ડ ફિલ્મ્સમાં સામેલ થવા માટે દુબઈમાં હતી. મુંબઈ પાછા ફર્યા બાદ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વીડિયો શેર કર્યો છે.
રાખીએ કહ્યું- ન્યૂડ પોઝ આપીને યુવતીઓ પર રણવીરે કરી છે મહેરબાની
રાખી સાવંતે પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે, 'હું અત્યારે દુબઈથી પાછી ફરી છું અને હજુ પણ માત્ર રણવીરના ન્યૂડ ફોટોઝ વિશે સાંભળી રહી છું. ના જાણે કેટલી યુવતીઓએ કેમેરાની સામે ન્યૂડ પોઝ આપ્યા છે. પરંતુ એક રણવીર ન્યૂડ થઈને આવ્યો છે તો દેશની યુવતીઓ પર મહેરબાની કરી છે. અમારી આંખોમાં, દિલમાં... એટલી શાંતિ થઈ છે'
રાખીએ રણવીરની પ્રશંસામાં એવું પણ જણાવ્યું છે કે, વોવ, તે આટલો હેંડસમ લાગી રહ્યો છે. ક્યાં છે રણવીર, મારા પ્રિય મિત્ર. તમે આ પ્રકારના ફોટોશૂટ કરતા રહો. હું તમને માત્ર આવી જ રીતે જોવા માંગું છું.
રણવીરને નજર ના લાગી જાય
રાખી સાવંતે જણાવ્યું છે કે, અમારી આંખોમાં, અમારા દિલમાં, અમારા દરેક જગ્યાએ એટલી શાંતિ થઈ છે કે અમે એક છોકરો ન્યૂડ જોયો છે. હાય કેટલો હેંડસમ દેખાઈ રહ્યો છે. રણવીર ક્યાંક મારી નજર ના લાગી જાય. ત્યારબાદ વીડિયોમાં રાખી સાવંત હાય ગરમી સોન્ગ ગાતી નજરે પડી રહી છે અને ફરી કહે છે કે મારા પ્રિય મિત્ર રણવીર તમે આવા જ ફોટોશૂટ કરાવો, હું તમને આમ જ જોવા માંગું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે