રણબીર સાથે છત પર રોમાન્સ કરી રહી હતી શ્રદ્ધા કપૂર, Leak થયો વીડિયો

Ranbir Kapoor got romantic with Shraddha: લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મથી રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરના ડાન્સ સીક્વેન્સ લીક થયા છે.

રણબીર સાથે છત પર રોમાન્સ કરી રહી હતી શ્રદ્ધા કપૂર, Leak થયો વીડિયો

નવી દિલ્હી: બોલીવુડના 'સંજૂ' રણબીર કપૂરના ફેન્સ લાંબા સમયથી તેને મોટા પરદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેઓ આ વાતથી ખુશ છે કે ટૂંક સમયમાં એક્ટર કેટલાક મોટા પ્રોજેક્ટ લઇને આવી રહ્યો છે. 'બ્રહ્માસ્ત્ર' અને 'શમશેરા' માટે ચર્ચામાં રહ્યા બાદ રણબીર હવે લવ રંજનની આગામી ફિલ્મ અનટાઈટલ્ડ પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. રણબીર સાથે ફિલ્મમાં મુખ્ય રોલમાં શ્રદ્ધા કપૂર જોવા મળશે અને બંનેની એક સાથે આ પ્રથમ ફિલ્મ હશે. જાણવા જેવી વાત એ છે કે, તાજેતરમાં દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યાંથી કેટલાક વીડિયો લીક થઈ રહ્યા છે.

શ્રદ્ધા અને રણબીર ડાન્સ કરતા જોવા મળ્યા
લવ રંજનની આ ફિલ્મમાંથી શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરના ડાન્સ સીક્વેન્સનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, ડાન્સ સીક્વેન્સ ફિલ્મમાં એક લગ્નના સેટ-અપનો છે. જેને એક મોટી જગ્યા પર શૂટ કરવામાં આવી રહ્યો છે અને તેમાં બેકગ્રાઉન્ડમાં ઘણા ડાન્સર પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોને PeepingMoon નામના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવ્યો છે જુઓ Video...

આવો છે બંને સ્ટાર્સનો લુક
વીડિયોમાં રણબીર વાદળી રંગના કુર્તામાં ખુબજ સુંદર લાગી રહ્યો છે. ત્યારે શ્રદ્ધા પીળા રંગની સાળીમાં જોવા મળી રહી છે. શ્રદ્ધાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. વાયરલ વીડિયોમાં રણબીર અને શ્રદ્ધાની કેમેસ્ટ્રીની એક ઝલક પણ જોવા મળી રહી છે જેને ફેન્સને એક્સાઈટેડ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news