રણબીર માટે મુકેશ અંબાણી છે 'પ્રેરણા', તેમની આ સલાહને બનાવી લીધો છે લાઈફનો 'ગુરુમંત્ર'
Ranbir Kapoor and Mukesh Ambani: બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને ગુરુવારે લોકમત મહારાષ્ટ્રીયન એવોર્ડ ઓફ ધ યર પુરસ્કારની 10મી એડિશનમાં મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ અપાયો. એવોર્ડ લેતી વખતે અભિનેતાએ પોતાની લાઈફના 3 રૂલ વિશે જણાવ્યું.
Trending Photos
બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને ગુરુવારે લોકમત મહારાષ્ટ્રીયન એવોર્ડ ઓફ ધ યર પુરસ્કારની 10મી એડિશનમાં મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ અપાયો. એવોર્ડ લેતી વખતે અભિનેતાએ પોતાની લાઈફના 3 રૂલ વિશે જણાવ્યું અને કહ્યું કે તેઓ હંમેશા ભારતનો એક સારો નાગરિક બનવાની કોશિશ કરે છે અને તેઓ એક પ્રાઉડ મુંબઈકર છે.
રણબીર કપૂરે પોતાની સ્પીચમાં જણાવ્યું કે તેઓ ભારતના મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની સલાહ માને છે. મુકેશ અંબાણીને રણબીરે પોતાની પ્રેરણા ગણાવ્યા. રણબીરે જણાવ્યું કે મુકેશ અંબાણીએ તેને કહ્યું હતું કે ક્યારેય સફળતા કે નિષ્ફળતાને પોતાના મગજ પર હાવી થવા દેવી જોઈએ નહીં. આ વિશે જણાવતા રણબીરે કહ્યું કે મારો પહેલો લક્ષ્ય સારું કામ કરતા રહેવાનું છે. મે મુકેશ (અંબાણી) ભાઈની બહુ સલાહ લીધી, જેમણે મને કહ્યું કે તમારું માથું નીચું રાખીને કામ કરતા રહો. સફળતાને માથા પર અને નિષ્ફળતાને દિલ પર ન લો.
અભિનેતાએ વધુમાં કહ્યું કે મારું બીજુ લક્ષ્ય એક સારો વ્યક્તિ બનવાનું છે. હું એક સારો પુત્ર, સારો પિતા, સારો પતિ, સારો ભાઈ અને મિત્ર બનવા માંગુ છું. સૌથી જરૂરી હું એક સારો નાગરિક બનવા માંગુ છું. મને મુંબઈકર હોવા પર ગર્વ છે અને આ એવોર્ડ મારા માટે બહુ મહત્વ ધરાવે છે. રણબીર કપૂરને આ એવોર્ડ જંપીગ જેક ગણાતા દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રના હાથે મળ્યો હતો. એવોર્ડ આપતી વખતે જિતેન્દ્રને દિવંગત ઋષિ કપૂર યાદ આવી ગયા. તેમણે કહ્યું કે તમે આ એવોર્ડ રણબીરને આપી રહ્યા છો જે મારા મિત્રનો પુત્ર છે. હું કાલથી તૈયારી કરી રહ્યો હતો કે મારે શું બોલવાનું છે. મારી પત્ની, પુત્રી, પુત્ર મને ગાઈડ કરી રહ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે હું કહેવા માંગુ છું કે મને ખુશી છે કે મારો જીગરી મિત્ર, મારો લગતે જીગર, મારો બધુ જ, ઋષિ કપૂરના પુત્રને આ એવોર્ડ મળ્યો છે. આજે તે જ્યાં પણ પહોંચ્યો છે તે તેની મહેનત છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીરની ફિલ્મ એનિમલ હજુ પણ ચર્ચામાં છે. મૂવીની સિક્વલની પણ તૈયારીઓ થઈ ગઈ છે. આ ઉપરાંત તેની અપકમિંગ ફિલ્મ રામાયણની પણ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ મે મહિનાથી ફિલ્મનું શુટિંગ શરૂ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે