રવિન્દ્ર જાડેજાએ કપિલ દેવની કરી બરાબરી : ઈંગ્લેન્ડ સામે કર્યો ધડાકો, બોલથી પણ મચાવી છે તબાહી 

રવિન્દ્ર જાડેજા હાલમાં પરિવારના વિવાદો વચ્ચે ઘેરાયેલો છે ત્યારે તેને બેટથી જવાબ આપ્યો છે. ગુજરાતી ઓલરાઉન્ડર જાડેજા વિશ્વમાં પોતાનો દબદબો ધરાવે છે. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ઓલરાઉન્ડરે મુશ્કેલ સદી ફટકારી અને ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું છે..

રવિન્દ્ર જાડેજાએ કપિલ દેવની કરી બરાબરી : ઈંગ્લેન્ડ સામે કર્યો ધડાકો, બોલથી પણ મચાવી છે તબાહી 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ હાલમાં ગુજરાતના રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે માત્ર 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ રવિન્દ્ર જાડેજાની એક ઇનિંગ રમી જેણે મેચનો નકશો બદલી નાખ્યો છે. જાડેજાએ સદી ફટકારતાં ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે.  કેપ્ટનની સાથે તેણે 204 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમમાં વાપસી કરી હતી.

રવિન્દ્ર જાડેજાની સદી
રવિન્દ્ર જાડેજા હાલમાં પરિવારના વિવાદો વચ્ચે ઘેરાયેલો છે ત્યારે તેને બેટથી જવાબ આપ્યો છે. ગુજરાતી ઓલરાઉન્ડર જાડેજા વિશ્વમાં પોતાનો દબદબો ધરાવે છે. જાડેજાની પત્ની પણ ભાજપની ધારાસભ્ય છે. ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવાર (15 ફેબ્રુઆરી)થી શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે જોરદાર પ્રદર્શન કર્યું છે. રોહિતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધેલો નિર્ણય યોગ્ય ઠર્યો હતો, ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની સદીની મદદથી મોટા સ્કોર તરફ આગળ વધી હતી. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ઓલરાઉન્ડરે મુશ્કેલ સદી ફટકારી અને ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું છે..

જાડેજાએ કપિલ દેવની બરાબરી કરી 
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મુશ્કેલ સમયમાં ઈંગ્લેન્ડ સામે ખૂબ જ જોરદાર ઈનિંગ રમી હતી. રાજકોટ ટેસ્ટમાં સદી રમવાની સાથે તેણે કોઈપણ એક ટીમ સામેની ટેસ્ટમાં 50 કે તેથી વધુ વિકેટ સાથે 1000 રન બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. અત્યાર સુધી ભારતના માત્ર બે ઓલરાઉન્ડર આ કરી શક્યા હતા. પીઢ કપિલ દેવે ત્રણ દેશો સામે આ કારનામું કર્યું છે. 50થી વધુ વિકેટ લેવાની સાથે તેણે પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે એક હજાર ટેસ્ટ રન પણ બનાવ્યા હતા. આ રેકોર્ડ હાલમાં કપિલદેવના નામે છે. 

આર અશ્વિન પણ આ લિસ્ટમાં સામેલ
આર અશ્વિન આ યાદીમાં સામેલ થનાર બીજો ભારતીય ઓલરાઉન્ડર હતો. તેણે આ સિદ્ધિ ઈંગ્લેન્ડ સામે જ હાંસલ કરી હતી. હવે રવિન્દ્ર જાડેજાએ પણ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 50થી વધુ વિકેટ લઈને હજાર રન બનાવવીને આ ક્લબમાં સામેલ થઈ ગયો છે. જાડેજાએ 18 ટેસ્ટ રમીને ઈંગ્લેન્ડ સામે 1000 રન બનાવ્યા છે અને કુલ 56 વિકેટ પણ લીધી છે. આમ તે કપીલ દેવની બરોબરીમાં આવી ગયો છે. હાલમાં જાડેજાનું પર્ફોમન્સ દિવસે ને દિવસે સતત સુધરી રહ્યું છે. 

બેટથી વિરોધીઓને જવાબ આપ્યો
રવિન્દ્ર જાડેજા હાલમાં પરિવારના મામલામાં ફસાયેલો છે. પિતાના આક્ષેપો બાદ એ બેકફૂટ પર આવી જતાં સોશિયલ મીડિયામાં એને ખુલાસો કર્યો છે. રિવાબાએ તો આ મામલે ચૂપકીદી સાધી લીધી હતી. હવે જાડેજાએ પોતાના બેટથી વિરોધીઓને જવાબ આપ્યો છે. જાડેજાના સમાવેશથી દ્રવિડ માટે કયા ખેલાડીને બહાર કરવો એ સૌથી મોટો પ્રશ્ન હતો. જોકે, જાડેજાએ સદી ફટકારી એ સાબિત કરી દીધું છે કે તેની પસંદગી યોગ્ય હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news