Rocky aur Rani ki prem kahani ફિલ્મ માટે રણવીર સિંહે લીધા આટલા કરોડ, આલિયાની ફી જાણી આંખો ફાટી જશે

Rocky aur Rani ki prem kahani: કરણ જોહરે 7 વર્ષ પછી ફિલ્મ ડાયરેક્ટ કરી છે. રોકી ઓર રાની કી પ્રેમ કહાની કરણ જોહર નો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મ પર કરણ જોહરે ઘણી મહેનત કરી છે અને સાથે જ રૂપિયા પણ પાણીની જેમ વહાવ્યા છે. ખાસ કરીને ફિલ્મમાં જે કલાકારો જોવા મળશે તેને મસ્ત મોટી ફી આપવામાં આવી છે. 

Rocky aur Rani ki prem kahani ફિલ્મ માટે રણવીર સિંહે લીધા આટલા કરોડ, આલિયાની ફી જાણી આંખો ફાટી જશે

Rocky aur Rani ki prem kahani: કરણ જોહરે 7 વર્ષ પછી ફિલ્મ ડાયરેક્ટ કરી છે. રોકી ઓર રાની કી પ્રેમ કહાની કરણ જોહર નો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ ફિલ્મી પડદે ધમાલ મચાવવા તૈયાર છે. લોકો પણ આલિયા અને રણવીરની જોડીને જોવા માટે બેકરાર છે. કારણ કે આ પહેલા ગલી બોય માં આ બંને સાથે જોવા મળ્યા હતા અને લોકોને તેમની જોડી ખૂબ જ પસંદ આવી હતી. ત્યારે હવે ઓન સ્ક્રીન ફરી એક વખત આલિયા અને રણવીર સાથે જોવા મળશે. થોડા દિવસો પહેલા જ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનુ ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. આ ટીઝર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું છે.

આ પણ વાંચો:

કરન જોહર ની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની થિયેટરમાં 28 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મ પર કરણ જોહરે ઘણી મહેનત કરી છે અને સાથે જ રૂપિયા પણ પાણીની જેમ વહાવ્યા છે. ખાસ કરીને ફિલ્મમાં જે કલાકારો જોવા મળશે તેને મસ્ત મોટી ફી આપવામાં આવી છે. ખાસ કરીને મુખ્ય કલાકાર એટલે કે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફી કરોડ રૂપિયામાં છે.

કલાકારોની ફી અંગેના રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ માટે રણવીર સિંહે 25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જ્યારે આલિયા ભટ્ટની ફીની વાત કરીએ તો રાનીનું પાત્ર અને ભાવવા માટે તેણે 10 કરોડ રૂપિયા ફી લીધી છે. 

મહત્વનું છે કે બોલીવુડમાં હાલ આલિયા ભટ્ટના નામનો સિક્કો ચાલે છે. આલિયા બોલીવુડની હિટ ફિલ્મો આપનાર અભિનેત્રીઓમાંથી એક છે. આ ફિલ્મમાં ઘણા વર્ષો પછી ધર્મેન્દ્ર પણ સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ માટે ધર્મેન્દ્રએ 1.5 કરોડ રૂપિયા ફી લીધી છે. સાથે જ આ ફિલ્મમાં જયા બચ્ચન અને શબાના આઝમી પણ જોવા મળશે જે બંનેની ફી 1-1 કરોડ રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news