ઋષિ કપૂરના નિધનને થયો એક મહિને, પુત્રી રિદ્ધિમાએ આ રીતે કર્યાં યાદ
ઋષિ કપૂરના નિધનને એક મહિનો પસાર થઈ ગયો છે. તેમની પુત્રી રિદ્ધિમા પોતાની માતાની પાસે છે. .તે હંમેશા પોતાના પિતાને યાદ કરતી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઋષિ કપૂરના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે જગ્યા ખાલી થઈ છે, તે ક્યારેય ભરી ન શકાય. 30 એપ્રિલે લ્યૂકેમિયાથી તેમનું નિધન થયું હતું. પોતાના પિતાને યાદ કરતા તેમની પુત્રી રિદ્ધિમા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો ફોટો શેર કર્યો છે.
રિદ્ધિમાએ શેર કર્યો ફેમેલી ફોટો
ઋષિ કપૂરના નિધન બાદ તેમની પુત્રી રિદ્ધિમા તેમને યાદ કરતા તેમની તસવીરો શેર કરતી રહી છે. તેમના આ દુનિયામાંથી ગયાને એક મહિનો થઈ ગયો છે. રિદ્ધિમાએ ઇન્સ્ટા સ્ટોરી પર એક ડૂનો ફેમેલી ફોટો શેર કર્યો છે. ફોટોમાં ઋષિ કપૂર, નીતૂ કપૂર, રિદ્ધિમાના પતિ અને પુત્રી જોવા મળી રહી છે.
માતા નીતૂ કપૂરની પાસે છે રિદ્ધિમા
આ ફોટોની સાથે રિદ્ધિમાએ લખ્યું છે, આજે એક મહિનો થઈ ગયો અને અમે તમને યાદ કરીએ છીએ. રિદ્ધિમા મુંબઈમાં પોતાના માતા પાસે છે. તે ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર બાદ દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. લૉકડાઉનને કારણે રિદ્ધિમા પિતાને અંતિમ વિદાય આપી શકી નહતી.
2018માં ઋષિ કપૂરને ડાયગ્નોસ થયું હતું કેન્સર
મહત્વનું છે કે ઋષિ કપૂરને 2018માં કેન્સર ડાયગ્નોસ થયું હતું, સારવાર માટે તેઓ અમેરિકા ગયા હતા. જાણવા મળ્યું હતું કે, તેમનું કેન્સર પરત આવી ગયું હતું. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી હતી અને પાછલા મહિને મુંબઈની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે