cmo gujarat

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી દ્વારા ફેલાવાતા પ્રદૂષણના કારણે નગરજનો ત્રસ્ત, વિશાળ રેલીથી વિરોધ

શહેરના ગાંધીનગર પાસે આવેલ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા ફેલાવતા પ્રદૂષણ વિરૂદ્ધ નગરસેવકોની આગેવાની હેઠળ સ્થાનિકોએ વિશાળ સંખ્યામાં રેલી યોજી કમિશનરને આવેદન પાઠવ્યુ હતું. જામનગર શહેરના વોર્ડ નં 2 અને 4 પાસે ગાંધીનગર નજીક આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા ફેલાવતા પ્રદૂષણ વિરૂદ્ધ સ્થાનિકોએ રામેશ્વર નગર ચોકથી મનપા કચેરી સુધી રેલી યોજી હતી. કંપની બંધ કરવાની માંગ સાથે 1500 જેટલા સ્થાનિકોએ મનપા ખાતે હલ્લા બોલ કર્યો હતો. કમિશનરને આવેદન પાઠવ્યું હતું દરમ્યાન સંતોષકારક જવાબ ન મળતા સ્થાનિકોએ ધરણા કર્યા હતા. 

Jan 3, 2022, 11:12 PM IST

આને કેવાય બાપાની ધોરાજી! જાહેર માર્ગ પર દુકાનમાં ચાલે છે સરકારી શાળા

રાજ્યની પ્રાથમિક શાળાની વાત આવે એટલે સામાન્ય રીતે વિશાળ મેદાન સાથેની નળિયાંના છાપરા સાથેની શાળા નજર સામે આવે, પરંતુ આ વાત ધોરાજીમાં ખોટી પડે છે. અહીં 50 વર્ષથી ચાલતી શાળા નંબર 14 એ એક રોડ ઉપર આવેલ વ્યાપરી દુકાનોમાં ચાલે છે. ત્યારે સરકારના દાવા કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પોકળ સાબિત થાય છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડામાં આવેલ શાળા નંબર 14ની, રોડ ઉપર આવેલ આ દુકાનોના લોખંડના શટર અડધા ખુલા અને બંધ છે. તે હક્કિતમાં કોઈ દુકાન નથી પરંતુ અહીં ચાલતું ધોરાજીની શાળા નંબર 14 છે. આ શાળા 1962માં અસ્તિત્વમાં આવી ત્યારથી તે અહીં જ આ રોડ ઉપર આવેલ ભાડાની દુકાનોમાં બેસે છે.

Jan 3, 2022, 05:51 PM IST

GUJARAT: 12 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, તંત્રની લચર નીતિ શાળાઓને કોરોના વિસ્ફોટક બનાવશે

કોરોના મુદ્દે હજી પણ સરકારની લચર નીતિ જોવા મળી રહી છે. હજી પણ શાળાઓ બંધ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી ગુંદા ગળી રહ્યા છે. તેવામાં જે પ્રકારે કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે તે જોતા હવે સરકારની આ ઢીલી નીતિ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના પરિવાર માટે ઘાતક સાબિત થઇ શકે છે. જો કે શિક્ષણમંત્રી જાણે ખાનગી શાળાઓ ફી ઉઘરાવી લે ત્યાં સુધી રાહ જોવાનાં મુડમાં હોય તે પ્રકારે વિદ્યાર્થીઓનાં જીવનને હોડમાં મુકી રહ્યા છે. ઓફલાઇન શિક્ષણ ફરજીયાત નહી હોવાનું ગાણું ગાઇ રહ્યા છે. તેવામાં તંત્ર દ્વારા પણ કોરોના વિસ્ફોટ થાય તેવી રાહ જોવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. 

Dec 25, 2021, 10:04 PM IST

લો આ જ બાકી હતું? ગુજરાતમાં હવે વાંદરાઓ પણ બેકાબૂ, બાળકનું મોત, ત્રણ ઘાયલ

જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં આસોદર ગામનાં વાંસળીયા વિસ્તારમાં વાંદરાએ આંતક મચાવી મકાનની છતની પેરાફીટને લાત મારતા પેરાફીટ તુટતા મકાન પાસે બેઠેલા ત્રણ જણા પર પેરાફીટનો કાટમાળ પડ્યો હતો. તેઓને ઈજાઓ થતા ગંભીર ઈજાઓ થતા પાંચ માસનાં બાળકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. લોકોમાં તંત્ર અને વનવિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે પણ રોષ પણ જોવા મળી રહ્યો છે. 

Dec 20, 2021, 07:29 PM IST

ગુજરાતી ખેલાડીઓની કડવી વાસ્તવીકતા! આંતરરાષ્ટ્રીય સ્તરની તિરંદાજ પાસે સ્પર્ધામાં જવા માટે પૈસા નથી

આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત તીરંદાજ પ્રેમિલા બારિયા જે ઘોઘંબા તાલુકાની શ્રીજી આશ્રમ શાળામાં પ્રેક્ટીસ કરી દેશ અને રાજ્ય રાજ્ય સહિત પોતાના વિસ્તારનું પણ નામ રોશન કર્યું હતું. તે જ આશ્રમ શાળામાંથી વધુ એક આદીવાસી તીરંદાજ અનીતા રાઠવા ઝારખંડના જમશેદપુરમાં આગામી ૧ ઓક્ટોબર થી ૩ ઓક્ટોબર સુધી યોજાનાર રમતોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર છે. રાષ્ટ્રીય કક્ષાએ અગાઉ અનેક મેડલ મેળવી ચુકેલી અનીતા રાઠવાને દેશ માટે ઓલમ્પિકમાં ક્વોલીફાય થઇ ગોલ્ડ મેડલ જીતવો છે પરંતુ આ આ સપના આગળ અનીતાને નડી રહ્યું છે. ગરીબી અને લાચારીનું વિધ્ન.

Sep 26, 2021, 10:27 PM IST

અદ્ભુત વિકાસ: માળીયાનો આ બ્રિજ 2 વર્ષ પહેલા ખુલ્લો મુકાયો સમારકામનાં નામે 1 વર્ષ તો બંધ રહ્યો

માળીયા ફાટક ચોકડી પાસે થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ ઓવરબ્રિજ ફરી પાછો રિપેરીગ કામ કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી કરીને માળીયા ફાટક પાસેથી પસાર થતાં વાહન ચાલકોને અકે કે બે દિવસ નહીં પરંતુ લગભગ ત્રણેક મહિના સુધી હેરાન થવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજ માત્ર બે વર્ષ પહેલા બન્યો હોવા છતા બે વર્ષમાં દર ચોમાસે બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત તેના રિપેરિંગના નામે 2 વર્ષમાંથી એકાદ વર્ષ જેટલો તો આ બ્રિજ સમારકામનાં નામે બંધ કરવામાં આવ્યો હતો. 

Dec 26, 2020, 06:22 PM IST