'ટાઇગર'ને મળવા જેલ પહોંચ્યો શેરા, કેન્ટીનમાં જમા કરાવ્યા 400 રૂપિયા

 5 એપ્રિલના રોજ સલમાન ખાનની કિસ્મતનો ફેંસલો આવ્યા બાદ તેમને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સજા બાદ કોર્ટથી સીધા સલમાન ખાને જોધપુર સેંટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા છે. સલમાન કેદી નંબર 106 મળ્યો છે અને તેમને બેરેક નંબર 2માં આસારામ સાથે રાખવામાં આવ્યા છે.

'ટાઇગર'ને મળવા જેલ પહોંચ્યો શેરા, કેન્ટીનમાં જમા કરાવ્યા 400 રૂપિયા

નવી દિલ્હી: 5 એપ્રિલના રોજ સલમાન ખાનની કિસ્મતનો ફેંસલો આવ્યા બાદ તેમને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સજા બાદ કોર્ટથી સીધા સલમાન ખાને જોધપુર સેંટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા છે. સલમાન કેદી નંબર 106 મળ્યો છે અને તેમને બેરેક નંબર 2માં આસારામ સાથે રાખવામાં આવ્યા છે. તો ગત રાત બેચેનીમાં પસાર થયા બાદ સલમાન ખાન સવારે વહેલા ઉઠી ગયા હતા. સવારે લગભગ 8 વાગે તેમને મળવા માટે શેરા પહોંચ્યો હતો જે હજુપણ સલમાન ખાન સાથે જ છે. જામીન અરજી પર આજે 10 વાગે સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં જજ રવિંદ્વ કુમાર જોશી જામીન અરજી પર આવતીકાલે સુનાવણી કરશે. 
 
સવારે સલમાન ખાન ખૂબ ઉઠી ગયા અને સવારે 7:30 વાગે તેમને નાસ્તામાં દળિયા આપવામાં આવ્યા તો તેમને ખાવાની ના પાડી દીધી. સલમાન ખાને કેન્ટીનમાંથી દૂધ અને બ્રેડના નાસ્તાનો ઓર્ડર કર્યો. સલમાન ખાને રાત્રે જેલમાં કપડાં પહેરવાની મનાઇ કરી દીધી હતી. સલમાન ખાને આખી રાત તે જ કપડાં પસાર કરી જે પહેરીને કોર્ટ ગયા હતા. મળતી માહિતી મુજબ સલમાન ખાનનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. પરંતુ લગભગ અડધો કલાક બાદ સલમાન ખાન નોર્મલ થઇ ગયા હતા. 

જેલમાં સલમાન ખાન મોડે સુધી જાગતા રહ્યા અને તેમને બેરેકની બહાર ફરતા જોવા મળ્યા હતા. રાત્રે સલમાન ખાને જેલનું ભોજન લેવાની ના પાડી દીધી હતી. રાત્રે તેમને ચણાની દાળ, અને રોટલી આપવામાં આવી હતી. સલમાન ખાનની ફેમિલીએ જેલની કેન્ટીનમાં 400 રૂપિયા જમા કરાવ્યા હતા, જેથી તે પોતાની પસંદગીનો ઓર્ડર કરી શકે. 

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય જજ દેવ કુમાર ખત્રીએ 1998માં આ ઘટનાના સંબંધમાં 28 માર્ચના રોજ કેસની સુનાવણી પુરી કરી હતી. તેમણે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો. ફરિયાદી પક્ષના વકીલ મહિપાલ બિશ્નોઇએ જણાવ્યું કે કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. સલમાન ખાને વન્યજીવ (સંરક્ષણ) કાનૂનની જોગવાઇ 9/51 હેઠળ દોષી ગણાવ્યા હતા. આ કાયદા હેઠળ દોષીને વધુમાં વધુ છ વર્ષની જેલ થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news