Sandeep Nahar Suicide Case માં પરિવારે લગાવ્યો મોટો આરોપ, ઉઠાવ્યા આ પગલાં

સંદીપ નાહરની એક Suicide Note સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી. આ સોશિયલ મીડિયા પોસ્ટને ડિલીટ કરવામાં આવી છે. ત્યારે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે.

Sandeep Nahar Suicide Case માં પરિવારે લગાવ્યો મોટો આરોપ, ઉઠાવ્યા આ પગલાં

નવી દિલ્હી: સ્વ. બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે ફિલ્મ એમએસ ધોનીમાં (MS Dhoni) જોવા મળેલા એક્ટર સંદીપ નાહરે (Sandeep Nahar) સોમવારે આપઘાત કર્યો હતો. ત્યારબાદ સંદીપ નાહરની એક Suicide Note સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી. આ સોશિયલ મીડિયા પોસ્ટને ડિલીટ કરવામાં આવી છે. ત્યારે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે.

પત્ની અને સાસુ સામે કેસ નોંધાયો
સંદીપ નાહરના (Sandeep Nahar) આપઘાત કેસમાં પોલીસે કાર્યવાહી કરતા એક્ટરની પત્ની અને સાસુ સામે ફરિયાદ નોંધી છે. સંદીપના પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પરિવારનું કહેવું છે કે, સંદીપની પત્ની અને સાસુ તેના પર દબાણ કરી હતી, જેના કારણે સંદીપે આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું. આ મામલે તપાસ હજુ ચાલી રહી છે. ગોરેગાંવ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસે આપી આ જાણકારી
સોશિયલ મીડિયા પર તેની Suicide Note પોસ્ટ કર્યા બાદ અભિનેતા સંદીપ નાહર થોડા જ કલાકોમાં તેના બેડરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલમાં મળ્યો હતો. આ જાણકારી પોલીસ અધિકારીઓએ આપી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અભિનેતાની પત્ની અને તેના મિત્રોને તે પંખે લટકેલી હાલતમાં મળ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ગોરેગાંવના એક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news