VIDEO: શાહરૂખના ડાઈલોગથી એટલી ઈમોશનલ થઈ ગઈ અનુષ્કા, વિરાટને કરી લીધી KISS

અનુષ્કા અને વિરાટના મુંબઈ  રિસેપ્શનમાં શાહરૂખ ખાને રંગ જમાવવામાં કોઈ  કસર છોડી નહતી. 

VIDEO: શાહરૂખના ડાઈલોગથી એટલી ઈમોશનલ થઈ ગઈ અનુષ્કા, વિરાટને કરી લીધી KISS

નવી દિલ્હી: અનુષ્કા અને વિરાટના મુંબઈ  રિસેપ્શનમાં શાહરૂખ ખાને રંગ જમાવવામાં કોઈ  કસર છોડી નહતી. બોલિવૂડમાં અનુષ્કા શર્માને પોતાની ફિલ્મ સાથે પહેલી એન્ટ્રી અપાવનાર એક્ટર શાહરૂખ ખાન આમ તો અનુષ્કા માટે ખુબ મહત્વ ધરાવે છે. પરંતુ અનુષ્કા અને વિરાટના મુંબઈ ખાતેના રિસેપ્શનમાં શાહરૂખ ખાને એવો ડાઈલોગ માર્યો કે ઈમોશનલ થઈને અનુષ્કાએ વિરાટને સ્ટેજ ઉપર જ કિસ કરી લીધી. શારૂખ અને અનુષ્કાએ અત્યાર સુધી રબને બના દી જોડી, જબ તક હૈ જાન, જબ હેરી મેટ સેજલમાં સાથે કામ કર્યુ છે. આ ઉપરાંત આ જોડી બહુ જલદી નિર્દેશક આનંદ એલ રાયની ફિલ્મમાં ફરી સાથે જોવા મળવાના છે. 

— Anushka Sharma News (@AnushkaNews) December 26, 2017

વાત જાણે એમ છે કે શાહરૂખ ખાને પોતાની અનુષ્કા સાથેની ફિલ્મ જબ તક હૈ જાનનો પ્રસિદ્ધ ડાઈલોગ વિરાટ પાસે બોલાવવાની કોશિશ કરી હતી. ખુબ મહેનત બાદ જ્યારે વિરાટ ન બોલી શક્યો તો શાહરૂખ તેમની પાછળથી આ ડાઈલોગ બોલવા લાગ્યા અને વિરાટ અનુષ્કા માટે આ ડાઈલોગ બોલવાની એક્ટિગ કરતો જોવા મળ્યો. આવામાં ડાઈલોગના અંતમાં જબ તક હૈ જાન બોલવાની જગ્યાએ શાહરૂખ બોલ્યા જબ તક હૈ ખાં, અને આ સાંભળીને અનુષ્કા અને વિરાટ સહિત હસ્તીઓ હસી પડી. આ જ પળમાં અનુષ્કાએ વિરાટને સ્ટેજ ઉપર જ બધા સામે કિસ કરી લીધી. 

— Anushka Sharma News (@AnushkaNews) December 26, 2017

શાહરૂખે આ રિસેપ્શન પાર્ટીમાં અનુષ્કા અને વિરાટ સાથે અનેક ગીતો પર ડાન્સ પણ કર્યો છે. તે ઝૂમતા અને નાચતા મસ્તી કરતા નજરે ચડ્યાં. વિરાટ અને અનુષ્કાના લગ્નનું રિસેપ્શન મુંબઈની લોઅર પરેલ ખાતેની હાઈરાઈઝ સેન્ટ રેજિસમાં યોજાયું હતું. જેમાં બોલિવૂડ અને ક્રિકેટ હસ્તીઓ ઉમટી પડી હતી. બંને 11 ડિસેમ્બરના રોજ ઈટલીમાં લગ્ન કર્યા હતાં. ત્યારબાદ દિલ્હીમાં પણ રિસેપ્શન યોજ્યું હતું જેમાં પીએમ મોદીએ હાજરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news