શિલ્પા શેટ્ટીની માતા પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, કોર્ટે મોકલ્યું સમન્સ
શિલ્પા શેટ્ટીના પરિવાર પર મુશ્કેલીઓ દૌર ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી. તાજેતરમાં જ તેમના પતિ જેલમાંથી બહાર આવ્યા છે અને હવે તેમની માતા વિરૂદ્ધ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જેનાલ ઈધે તેમના વિરૂદ્ધ જમાનતી વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: શિલ્પા શેટ્ટીના પરિવાર પર મુશ્કેલીઓ દૌર ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી. તાજેતરમાં જ તેમના પતિ જેલમાંથી બહાર આવ્યા છે અને હવે તેમની માતા વિરૂદ્ધ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જેનાલ ઈધે તેમના વિરૂદ્ધ જમાનતી વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે અત્યારે શેટ્ટી પરિવારથી કોઇ નિવેદન સામે આવ્યું નથી.
શિલ્પાની માતા વિરૂદ્ધ સમન્સ જાહેર
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી વિરૂદ્ધ કથિત રીતે 21 લાખ રૂપિયાની લોન ન ચૂકવવાના મામલે એક કોર્ટે જામીન વોરન્ટ જાહેર કર્યું છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (અંધેરી કોર્ટ) આર આર ખાને પહેલાં શિલ્પા, તેમની માતા સુનંદા અને બહેન શમિતાને છેતરપિંડીના એક મામલે સમન્સ જાહેર કર્યું છે.
પિતાએ લીધી હતી લોન
શેટ્ટી પરિવારે આ સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે સેશન્સ જજ એઝેડ ખાને શિલ્પા અને શમિતા વિરુદ્ધ મેજિસ્ટ્રેટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, પરંતુ તેમની માતાને રાહત આપી ન હતી. કોર્ટે કહ્યું હતું કે શિલ્પાના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા તેની કંપનીમાં ભાગીદાર હતા અને તેમની પુત્રીઓ પણ ભાગીદાર હતી. તેન કોઇ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા ન હતા અને તેમની લોન સાથે કોઇ સંબંધ છે એવું પણ જણાવવામાં આવ્યું નથી.
બિઝનેસમેને લગાવ્યો આરોપ
આ મામલો થોડો વિસ્તારપૂર્વક જાણીએ. જોકે ત્રણેય વિરૂદ્ધ એક બિઝનેસમેને જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બિઝનેસમેનનો દાવો હતો કે શિલ્પાના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટીએ 2015 માં ઉધાર લીધા હતા. તેને જાન્યુઆરી 2017 માં તેને ચૂકવવાના હતા પરંતુ પરિવારે પૈસા આપવાની ના પાડી દીધી. તેમણે ત્રણેય પર ફર્મ મેસર્સ વાઇ એન્ડ એ લીગલ દ્વારા 21 લાખની છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તા કોર્ટમાં કોઇ દસ્તાવેજ દાખલ કર્યા નથી કે શિલ્પા અને શમિતા પણ ફર્મમાં ભાગીદાર છે અને તેમનો ઇરાદો છેતરપિંડીનો છે. તેના લીધે બંનેને કોર્ટે રાહત આપી છે. કોર્ટે કહ્યું કે મેજિસ્ટ્રેટ કોર્ટ સુનંદા વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ રાખી શકે છે. આ મામલે આગામી સુનાવણી 25 માર્ચના રોજ યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે