'બાહુબલી'ની 'શિવગામી દેવી'એ ખોલ્યું રહસ્ય, આ કારણે છોડ્યું Bollywood

'બાહુબલી (Baahubali)'માં શિવગામી દેવીનું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેત્રી રામ્યા કૃષ્ણન (Ramya Krishnan)એ 90ના દાયકામાં બોલીવુડની કેટલીક મુઠ્ઠીભર ફિલ્મો કરી હતી. 

'બાહુબલી'ની 'શિવગામી દેવી'એ ખોલ્યું રહસ્ય, આ કારણે છોડ્યું Bollywood

નવી દિલ્હી: 'બાહુબલી (Baahubali)'માં શિવગામી દેવીનું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેત્રી રામ્યા કૃષ્ણન (Ramya Krishnan)એ 90ના દાયકામાં બોલીવુડની કેટલીક મુઠ્ઠીભર ફિલ્મો કરી હતી, પરંતુ ખૂબ લાંબા સમયથી દર્શકોને તેમને હિંદી ફિલ્મમાં જોવા મળી નથી. 

રામ્યા 'ખલનાયક', 'ક્રિમિનલ', 'શપથ' અને 'બડે મિયા છોડે મિયા' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી સારી ફિલ્મો કર્યા બાદ પણ તમે બોલીવુડમાંથી કેમ બ્રેક લીધો?

રામ્યાએ આઇએએનએસને જણાવ્યું કે 'મેં બ્રેક લીધો નથી. હકિકતમાં મારી ફિલ્મો સારી પ્રદર્શન કરી રહી ન હતી અને મેં ઓફરમાં કોઇ રસ દાખવ્યો નહી. આ દરમિયાન મેં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ખૂબ સારું કામ કરી રહી હતી. 

તે અમિતાભા બચ્ચન દ્વારા અભિનીત એક હિંદી તમિળ ફિલ્મમાં કામ કરવાની હતી પરંતુ તે પ્રોજેક્ટ ન થયું. તેમણે કહ્યું આ પ્રોજેક્ટ ફ્લોર પર નહી આવે. મને લાગે છે કે તેમાં કોઇ સમસ્યા નથી, જેના વિશે મને જાણકારી નથી. મેં અત્યાર સુધી તેના માટે શૂટિંગ શરૂ કર્યું નથી. પરંતુ તેમની એક તેલુગુ-હિંદી ફિલ્મ આવી રહી છે. જેમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે છે. તે તેને લઇને ઉત્સાહિત છે.  

તેમણે આ વિશે જણાવ્યું કે આ કરણ જોહર દ્વારા સહ-નિર્મિત છે. પુરી જગન્નાથ તેના નિર્દેશક છે. આ લગભગ 'બાહુબલી' જેવી હોવી જોઇએ. તે નક્કી છે. તેનો લગભગ 50 ટકા ભાગ શૂટ થઇ ચૂક્યો છે. અમે કોરોન્ટાઇન બાદ ફરીથી શૂટિંગ શરૂ કરીશું. અભિનેત્રીની વેબ સીરીઝ ક્વીન હાલમાં ઝી ટીવી પર પ્રસારિત થઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news