Sonakshi Sinha Wedding: લગ્નના પ્રશ્ન પર સોનાક્ષી સિંહાએ ચોખ્ખું કહી દીધું "આ મારી ચોઈસ છે.... "

Sonakshi Sinha Wedding: હીરામંડીની સ્ટાર કલાકાર સોનાક્ષી સિંહા 23 જુને ઇન્ટીમેટ વેડિંગ સેરેમનીમાં પોતાના પ્રેમી ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પોતાના લગ્નની ચર્ચા અંગે સોનાક્ષી સિંહાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાએ એ પોતાના લગ્ન વિશે સ્પષ્ટતા કરી દીધી છે. 

Sonakshi Sinha Wedding: લગ્નના પ્રશ્ન પર સોનાક્ષી સિંહાએ ચોખ્ખું કહી દીધું "આ મારી ચોઈસ છે.... "

Sonakshi Sinha Wedding: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના લગ્નની વાતને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો હીરામંડીની સ્ટાર કલાકાર સોનાક્ષી સિંહા 23 જુને ઇન્ટીમેટ વેડિંગ સેરેમનીમાં પોતાના પ્રેમી ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. પોતાના લગ્નની ચર્ચા અંગે સોનાક્ષી સિંહાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાએ એ પોતાના લગ્ન વિશે સ્પષ્ટતા કરી દીધી છે. 

સોનાક્ષી સિંહાએ પોતાના લગ્નની ચર્ચા પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, લગ્ન એ કોઈનો બિઝનેસ નથી પરંતુ તેની પસંદ છે. તેણે એવું પણ કહ્યું કે તેના નિર્ણયથી લોકોને ચિંતા શા માટે છે તે ખબર પડતી નથી. સોનાક્ષી સિંહાએ વધુમાં ઉમેર્યું કે તેના માતા-પિતા પણ નથી પૂછતા એટલું અન્ય લોકો પૂછે છે. લગ્નના પ્રશ્ન પર રિએક્ટ કરતાં સોનાક્ષી સિંહા એ જણાવ્યું કે હવે લગ્નના પ્રશ્ન તેને ફની લાગે છે. હવે તેનાથી પરેશાની પણ નથી થતી. લોકો તેના લગ્નને લઈ વધારે ઉત્સુક છે. 

તો બીજી તરફ સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિંહાએ પોતાની દીકરીના લગ્ન વિશે પણ વાત કરી હતી. જ્યારે તેમને સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે સોનાક્ષી એ તેને હજુ સુધી કાંઈ કહ્યું નથી. જે મીડિયામાં આવે છે એટલું જ તે જાણે છે. સોનાક્ષી તેને અને તેની પત્નીને કંઈ જણાવશે તો તેઓ તેમને આશીર્વાદ આપશે. તેમને પોતાની દીકરીના નિર્ણય પર વિશ્વાસ છે. જોકે સાથે એવું પણ કહી દીધું કે આજકાલના બાળકો માતા પિતાને કંઈ પૂછતા નથી બસ પોતાનો નિર્ણય જણાવી દે છે. અને તેઓ પણ આ વાતની જ રાહ જોઈ રહ્યા છે કે સોનાક્ષી તેમને જણાવે. 

મહત્વનું છે કે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 22 અને 23 જુને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નમાં ફક્ત પરિવારના લોકો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news