સોનમ કપૂરના વેડિંગ પ્લાનરે કર્યો મોટો ખુલાસો, પોતાના જ લગ્નમાં કપૂર કૂડી......
અભિનેત્રી સોનમ કપૂરના દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથેના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યાં.
Trending Photos
નવી દિલ્હી: અભિનેત્રી સોનમ કપૂરના દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથેના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યાં. મહેંદી, સંગીત, લગ્ન સમારોહ બધુ જ એકદમ શાનદાર રહ્યું. અનેક મોટી ફિલ્મી હસ્તીઓ સમારોહમાં સામેલ થઈ. અભિનેત્રીના વેડિંગ પ્લાનરનું કહેવું છે કે લગ્ન સમારોહને ખુબ સારો બનાવવાના તણાવથી દૂર ફિલ્મ વીરે દી વેડિંગની અભિનેત્રીએ લગ્ન સંલગ્ન તમામ તૈયારીઓની જવાબદારી પરિવાર પર છોડી હતી. તેનું પૂરેપૂરું ધ્યાન લગ્ન સમારોહની એક એક ક્ષણનો આનંદ ઉઠાવવાનો પર હતું.
વેડિંગ પ્લાનિંગ એજન્સી વેદનિક્સાના ડાઈરેક્ટરોમાંથી એક ભવનેશ સાહનીએ આઠ મેના રોજ થયેલા સોનમના લગ્ન અંગે આઈએએનએસને જણાવ્યું કે સોનમ એક શાનદાર વ્યક્તિ છે અને તેનો ખુશનુમા અંદાજ કોઈ પણ જશ્નને નિશ્ચિત રીતે જીવંત બનાવી દે છતે. તે બસ મન ભરીને આનંદ ઉઠાવી રહી હ તી અને તમામ નિર્ણયો પરિવાર પર છોડી દીધા હતાં.
તેમણે કહ્યું કે આ એક પંજાબી લગ્ન હતાં, મીકા સિંહ અને ગુરદીપ મહેંદી જેવા ગાયકોએ જશ્નમાં ધમાલ મચાવવામાં કોઈ કસર છોડી નહતી. દરેક મહેમાને ડાન્સ ફ્લોર પર પોતાની હાજરી નોંધાવી. લગ્નમાં આવેલા શાહરૂખ ખાન, સલમાન ખાન, શિલ્પા શેટ્ટી, કરણ જૌહર, રણવીર સિંહે મનભરીને ડાન્સ કર્યો. સોનમના પિતા અનિલ કપૂર અને પિતરાઈ ભાઈ અર્જૂન કપૂર પણ ખુબ નાચ્યા હતાં.
સાહનીએ કહ્યું કે અનિલ કપૂર અને તેમનો પરિવાર પ્રેમ અને આતિથ્ય માટે જાણીતો છે. તેઓ અમારી પાસેથી લગ્ન સંબંધીત દરેક વસ્તુમાં ભાવનાનો ઈનપૂટ ઈચ્છતા હતાં. સામાન્ય રીતે લગ્ન સંબંધિત કાર્યક્રમમાં સફેદ રંગથી લોકો અંતર જાળવે છે પરંતુ સોનમના સંગીતની થીમ સફેદ રંગ પર આધારિત હતી. સાહનીએ કહ્યું કે આપણે હવે અંધશ્રધ્ધાના જમાનામાં જીવતા નથી. મને લાગે છે કે આ નિર્ણય બધાની સહમતિથી થયો અને સફેદ પોષાકમાં દરેક વ્યક્તિ ખુબ સુંદર લાગતી હતી.
સાહનીએ એમ પણ કહ્યું કે સોનમ અને આનંદના લગ્ન મશહૂર હસ્તિઓના શાનદાર રીતે થયેલા લગ્ન સમારોહમાંથી એક હતાં. આવો સમારોહ લગભગ એક દાયકા બાદ જોવા મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે