ઓળખ્યો કે નહી!! આ છે સૂર્યવંશમના હીરા ઠાકુરનો પુત્ર, અત્યારે કરે છે આ કામ

ફિલ્મ સૂર્યવંશમમાં અમિતાભ બચ્ચન ભાનુપ્રતાપ ઠાકુર અને હીરા ઠાકુરનું પાત્ર ભજવે છે. ફિલ્મના ચાઈલ્ડ એક્ટરની ભૂમિકા આનંદ વર્ધે ભજવી હતી. તેમને હીરા ઠાકુરના પુત્રનો રોલ કર્યો હતો. તે સમયનો બાળકો હાલ ખૂબ જ  હેન્ડસમ દેખાય છે. 

ઓળખ્યો કે નહી!! આ છે સૂર્યવંશમના હીરા ઠાકુરનો પુત્ર, અત્યારે કરે છે આ કામ

Sooryavansham: અભિનેતા અમિતામ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમ 1998માં રિલીઝ થઈ હતી. અને આ ફિલ્મ લોકો હાલના સમયમાં પણ જોવાનું પસંદ કરે છે. આ ફિલ્મના પાત્રો લોકોના મગજમાં હજુ પણ ફર્યા કરે છે. આ ફિલ્મમાં અમિતામ બચ્ચન ડબલ રોલમાં હતા.

ફિલ્મ સૂર્યવંશમમાં અમિતાભ બચ્ચન ભાનુપ્રતાપ ઠાકુર અને હીરા ઠાકુરનું પાત્ર ભજવે છે. ફિલ્મના ચાઈલ્ડ એક્ટરની ભૂમિકા આનંદ વર્ધે ભજવી હતી. તેમને હીરા ઠાકુરના પુત્રનો રોલ કર્યો હતો. તે સમયનો બાળકો હાલ ખૂબ જ  હેન્ડસમ દેખાય છે. 
  
20 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી ફિલ્મ
તમને જણાવી દઈએ કે ફિલ્મ સૂર્યવંશમ 20 વર્ષ પહેલા 1998માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટર આનંદ એક તેલુગુ અભિનેતા છે. આનંદે બાળ કલાકાર તરીકે પ્રિયરાગ્લુ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.  અને પછી તે સૂર્યવંશમ ફિલ્મમાં જોવા મળ્યો હતો. અને આ ફિલ્મમાં માસૂમ દેખાતો આ બાળક હાલના સમયમાં સ્ટારથી ઓછો દેખાતો નથી.

અહેવાલોના અનુસાર આનંદના દાદા પી.બી. શ્રીનિવાસ ગાયક હતા. પી.બી. શ્રીનિવાસે મિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મો માટે ઘણા ગીતો ગાયા હતા. શ્રીનિવાસ ઈચ્છતા હતા કે તેમના પરિવારમાં કોઈ એક્ટર બને અને તેમનું સપનું આનંદે પૂરુ કર્યું.

આનંદ તેની ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીના તમામ મોટા સ્ટાર્સ સાથે જોવા મળ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે લગભગ 12 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તે પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યો હતો. આનંદે CMR કોલેજ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. જોકે તે આગળ ફિલ્મોમાં કામ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news