Sooryavanshi Box Office Collection: અક્ષયકુમારની 'સૂર્યવંશી'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, જબરદસ્ત ઓપનિંગ મળ્યું

અક્ષયકુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ સૂર્યવંશી શુક્રવારે 5 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. અક્ષયકુમાર અને રોહિત શેટ્ટીને પહેલીવાર સાથે  જોવા માટે દર્શકો છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. શૂટિંગ દરમિાયન જ ફિલ્મ ખુબ ચર્ચામાં રહી. પરંતુ ત્યારબાદ કોવિડના કારણે રિલીઝ અટકી ગઈ અને ફિલ્મનો ઈન્તેજાર લંબાતો ગયો. હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે દમદાર ઓપનિંગ મેળવ્યું છે. 
Sooryavanshi Box Office Collection: અક્ષયકુમારની 'સૂર્યવંશી'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, જબરદસ્ત ઓપનિંગ મળ્યું

નવી દિલ્હી: અક્ષયકુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ સૂર્યવંશી શુક્રવારે 5 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. અક્ષયકુમાર અને રોહિત શેટ્ટીને પહેલીવાર સાથે  જોવા માટે દર્શકો છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. શૂટિંગ દરમિાયન જ ફિલ્મ ખુબ ચર્ચામાં રહી. પરંતુ ત્યારબાદ કોવિડના કારણે રિલીઝ અટકી ગઈ અને ફિલ્મનો ઈન્તેજાર લંબાતો ગયો. હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે દમદાર ઓપનિંગ મેળવ્યું છે. 

કેટલું રહ્યું  કલેક્શન
કોપ ડ્રામા સૂર્યવંશીએ થિયેટરોમાં આવતાની સાથે જ ખોવાયેલી રંગત પાછી લાવી દીધી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના શરૂઆતના આંકડા મુજબ ફિલ્મે પહેલા દિવસે 26 કરોડનું ધાંસૂ ઓપનિંગ મેળવ્યું છે. કેટલીક જગ્યાઓ પર ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો જ્યારે ક્યાંક તેની શરૂઆત ધીમી રહી. 

Akshay Kumar के लिए इस वजह से खास है Sooryavanshi, बताई मजेदार सच्चाई

4 હજારથી વધુ સ્ક્રિન પર ફિલ્મ
સૂર્યવંશીને ભારતમાં 4 હજારથી વધુ સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે. આ સાથે જ વિદેશમાં તેને 1300 સ્ક્રિન પર રિલીઝ કરાઈ. અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ અંગે દુનિયાભરમાં અક્ષયના ફેન્સ કેટલાક આતુર હતા. અત્રે જણાવવાનું કે આ ફિલ્મ માર્ચ 2020માં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના લોકડાઉનના કારણે ફિલ્મ રિલીઝ ટળી. 

દમદાર છે કાસ્ટ
રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર ઉપરાંત કેટરીના કૈફ, ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ, અને જાવેદ જાફરી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણ કેમિયો રોલમાં છે. સૂર્યવંશીને રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શન અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સે મળીને પ્રોડ્યૂસ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news