સુશાંતની મોતના 45 દિવસ બાદ રિયાનું પ્રથમ રિએક્શન

સુશાંત સિહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીએ પહેલીવાર નિવેદન આપ્યું છે. રિયાએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેમણે કહ્યું કે મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે અને સત્યની જીત થશે. રિયાએ કહ્યું કે કેસ કોર્ટમાં છે એટલા માટે હું ચૂપ છું. 
 

સુશાંતની મોતના 45 દિવસ બાદ રિયાનું પ્રથમ રિએક્શન

નવી દિલ્હી: સુશાંત સિહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીએ પહેલીવાર નિવેદન આપ્યું છે. રિયાએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેમણે કહ્યું કે મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે અને સત્યની જીત થશે. રિયાએ કહ્યું કે કેસ કોર્ટમાં છે એટલા માટે હું ચૂપ છું. 

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Suicide Case) ના મોતના મામલામાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિત ચક્રવર્તી વધુ ઘેરાતા જઈ રહ્યાં છે. હવે ઈડીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તીની વિરુદ્ધ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. 

તો બીજી તરફ  #SushantSinghRajputના મોતના મામલા પર કેન્દ્રીય મંત્રી આરવી પાસવાને કહ્યું કે, આ મામલામાં બિહાર અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની વચ્ચે વાત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હજી સુધી કોઈ એફઆઈઆર દાખલ ન થવાને કારણે રાજ્યોની વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. ચિરાગ પાસવાને મહારાષ્ટ્ર સીએમ ઠાકરે સાથે વાત કરી હતી કે, સીબીઆઈ તપાસ હોવી જોઈએ. તમામ રાજનીતિક નેતા આ મામલે માંગ કરી રહ્યાં છે કે, સીબીઆઈને કેસ સોંપવો જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, બિહાર પોલીસ તરફથી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહની ફરિયાદ પર બોલિવુડ એક્ટ્રસ રિયા ચક્રવર્તીની વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો. ત્યારે હવે ઈડીએ રાજ્ય પોલીસ પાસેથી મામલાની માહિતી માંગી છે. ઈડીના એક સૂત્રએ જણાવ્યું કે, એજન્સીએ 14 જૂનના રોજ આત્મહત્યા કરનારા દિવંગત એક્ટરના 25 કરોડ રૂપિયાનું બેંક લેણદેણને સમજવા માટે પ્રાથમિકીનો કોપી માંગી છે. 

 

સૂત્રએ માહિતી આપી કે, બિહાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ એફઆઈઆરની સમીક્ષા કર્યા બાદ ઈડી મની લોન્ડ્રિંગનો મામલો નોંધવાનો નિર્ણય લેવાની હતી. ઈડીએ બેંકો પાસેથી સુશાંત સિંહ રાજપૂત અને રિયાના પરિવારની બે કંપનીઓની માહિતી માંગી હતી. સૂત્રએ એમ પણ કહ્યું કે, ઈડીએ વિવિડેઝ રેલીટેક્સના ફાઈનાન્શિયલ લેણદેણનું વિસ્તરણ પણ માંગ્યું હતું. જેમાં રિયા ડાયરેક્ટર છે અને તેના ઉપરાંત ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ, જેમાં તેનો ભાઈ ડાયરેક્ટર છે, તેની માહિતી પણ માંગી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news