Taali નું ટીઝર થયું રિલીઝ; દમદાર લુકમાં જોવા મળી Sushmita Sen

Taali Teaser Release: સુષ્મિતા સેનની નવી સિરીઝ તાલીનું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ થયું છે. તાલીમાં સુષ્મિતા સેનનો અવાજ અને એક્ટિંગ જોઈને તમને પણ ગૂઝબમ્પ્સ આવી જશે..

Taali નું ટીઝર થયું રિલીઝ; દમદાર લુકમાં જોવા મળી Sushmita Sen

Taali Sushmita Sen: બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન હાર્ટ એટેક બાદ ફરી એકવાર જોરદાર કમબેક કરવા જઈ રહી છે. સુષ્મિતા સેનની અપકમિંગ વેબ સિરીઝ તાલીનું ટીઝર સોશિયલ મીડિયા પર રીલિઝ થયું છે. આ સિરીઝમાં સુષ્મિતા સેનના એક્સપ્રેશન્સ, એક્ટિંગ અને અવાજ એટલો જોરદાર છે કે તમે તાળીઓ વગાડતા ખુદને રોકી નહીં શકો. તાલીના ધાંસુ ટીઝરમાં સુષ્મિતા સેન તાલી એક ટ્રાન્સજેન્ડરના પાત્રમાં જોવા મળે છે જે તેના સ્વાભિમાન, સન્માન અને સ્વતંત્રતા માટે લડતી જોવા મળે છે.

તાલીના ટીઝરમાં સુષ્મિતા સેન તેના પાત્રનું ઇન્ટ્રોડક્શન આપે છે અને તેનું નામ ગૌરી છે. ત્યારે પડદા પર અભિનેત્રીનો પાવરફુલ લુક જોવા મળે છે. કપાળ પર બિંદી, વાળમાં ગજરો, સાડી પહેરેલી અભિનેત્રીનું પાત્ર પહેલી જ નજરે પ્રભાવિત કરી દે છે. સુષ્મિતાના દમદાર ડાયલોગ્સ સીધા દિલને સ્પર્શી જાય તેવા છે. તાલીના ટીઝરમાં એક વોઈસઓવર ચાલે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ગાલીથી તાલી સુધીની સફરની સ્ટોરી છે. સુષ્મિતા સેનનો અવાજ અને 46 સેકન્ડના ટીઝરના દમદાર ડાયલોગ્સ ખુબ જ જોરદાર છે..

સુષ્મિતા સેન નવી વેબ સિરીઝ તાલીનો આગામી પ્રોજેક્ટ ટ્રાન્સ એક્ટિવિસ્ટ શ્રી ગૌરી સાવંતની સ્ટોરી છે. શ્રી ગૌરી સાવંતે ટ્રાંસજેન્ડરના સન્માન માટે સમાજ સાથે જે લડાઈ લડી છે, તે આ સિરીઝમાં જોવા મળશે. હૃદય સ્પર્શી સ્ટોરી અને દમદાર અદાકારી સાથેની સિરીઝ તાલી 15 ઓગસ્ટે OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર રિલીઝ થશે. તાલી સિરીઝનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રવિ જાધવ દ્વારા કરવામાં આવ્યું છે અને અર્જુન સિંહ બરન અને કાર્તિક ડી નિશાનદાર દ્વારા નિર્મિત છે. આ સિરીઝ શ્રિતિજ પટવર્ધને લખી છે.

આ પણ વાંચો:
દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો
ઓગસ્ટમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 મોટા ગ્રહ આ 3 રાશિવાળાને કરાવશે છપ્પરફાડ ધનલાભ
સાચવજો..ગુજરાતમાં વધી રહ્યો છે આંખનો રોગ,સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ઉભરાઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news