ફિલ્મ ‘Sye Raa Narasimah Reddy’ના ટ્રેલરનું થશે ભવ્ય લોન્ચિંગ

છેલ્લા કેટલાક દિવસોથી દર્શકોના મહાનાયક અમિતાભ બચ્ચન અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)’ની રાહ જોવાઇ રહી છે. ફિલ્મના ફર્સ્ટલૂક રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં આવી ગયું હતું

ફિલ્મ ‘Sye Raa Narasimah Reddy’ના ટ્રેલરનું થશે ભવ્ય લોન્ચિંગ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી દર્શકોના મહાનાયક અમિતાભ બચ્ચન અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)’ની રાહ જોવાઇ રહી છે. ફિલ્મના ફર્સ્ટલૂક રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં આવી ગયું હતું. ત્યારે હવે ફિલ્મના ટ્રેલર માટે લોકોએ ઉંધી ગણતરી શરૂ કરી દીધી છે.

— Konidela Pro Company (@KonidelaPro) September 12, 2019

મેકર્સે પણ આ ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)ને લઇને દર્શકોનો ઉત્સાહ જોઇ ભવ્ય ટ્રેલર લોન્ચ કરવાનું પ્લાનિંગ કર્યું છે. આ ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)નું ટ્રેલરર કોઇ હોટલ અથવા હોલમાં નહીં પરંતુ સ્ટેડિયમમાં થવા જઇ રહ્યું છે. ચિરંજીવી અને અમિતાભ બચ્ચન અભિનીત સઇ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)ના ટિઝરના ધડાકા બાદ હવે ફિલ્મનું ટ્રેલર 18 સપ્ટેમ્બર 2019ના હૈદરાબાદના એલબી સ્ટેડીયમમાં લોન્ચ થશે. ફિલ્મ મેકર્સે પોતા આ ભવ્ય આયોજનની જાણકારી સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ પ્રી-રિલીઝ ઇવેન્ટમાં ફરહાન અખ્તર, રામ ચરણ, ચિરંજીવી અને ફિલ્મના કલાકાર સામેલ થશે.

— taran adarsh (@taran_adarsh) September 16, 2019

આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યલાવાદા નરસિમ્હા રેડ્ડીની સ્ટોરી છે. જેમણે અગ્રેજોની સામે સૌથી પહેલી જંગ શરૂ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) નરસિમ્હા રેડ્ડીના ગૂરૂના કિરદારમાં નજર આવશે. તમને જણાવી દઇએ કે મલ્ટી સ્ટારર ફિલ્મ 2 ઓકક્ટોબરના રીલિઝ થવા જઇ રહી છે. એટલે કે, આ મલ્ટીસ્ટારર ફિલ્મની ટ્રક્કર થિયેટરોમાં યશ રાજ બેનરની ફિલ્મ ‘વોર’થી થવાની છે. વોરમાં ઋતિક રોશન અને ટાઇગર શ્રોફ જેવા બે એક્શન હીરોની જબરજસ્ત અથડામણ બતવી છે. આ બંને મેગા ફિલ્મો ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ ‘મરજાવા’ પણ આ દિવસે રીલિઝ થઇ રહી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news