ટ્રેલર જોઇ આમિરે કર્યા 'The Sky Is Pink'ના જોરદાર વખાણ, કરી આ મોટી વાત

બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ની આગામી ફિલ્મ ‘ધ સ્કાઇ ઈઝ પિંક’ (The Sky Is Pink)નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાયું છે. ચારે તરફ ફિલ્મના ટ્રેલરના વખાણ થઇ રહ્યા છે

ટ્રેલર જોઇ આમિરે કર્યા 'The Sky Is Pink'ના જોરદાર વખાણ, કરી આ મોટી વાત

નવી દિલ્હી: બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ની આગામી ફિલ્મ ‘ધ સ્કાઇ ઈઝ પિંક’ (The Sky Is Pink)નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાયું છે. ચારે તરફ ફિલ્મના ટ્રેલરના વખાણ થઇ રહ્યા છે. હવે આ કડીમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનનું નામ જોડાઇ ગયું છે. આમિરને પણ ‘ધ સ્કાઇ ઇઝ પિંક’નું ટ્રેલર ખુબજ પંસદ આવ્યું છે, એટલા માટે તેઓઓ તેના વખાણ કરતા સોમવારના એક ટ્વિટ કર્યું હતું.

આમિરે આ ફિલ્મને લઇને ટ્વિટ કરતા મોટી વાત કરી છે. આ ફિલ્મનું ટ્રેલર આમિર ખાનને એટલું પસંદ આવ્યું છે કે, તેઓ આ ફિલ્મ જોવા માટે વિંલબ કરી શકતા નથી. તેમણે તેમના ટ્વિટ પર લખ્યું કે, ‘મને આ ટ્રેલર ખુબ જ પસંદ આવ્યું છે. મૂવી જોવા માટે રહા જોવી મુશ્કેલ થઇ રહી છે. એવું લાગી રહ્યું છે કે, સોનાલીએ ફરી એકવાર ખુબજ શાનદાર ફિલ્મ બનાવી છે. મને આશા છે કે, ફિલ્મમાં પ્રિયંકા, ફરહાન અને જાયરાના અભિનય આપણને ઘણો પસંદ આવશે.

— Aamir Khan (@aamir_khan) September 16, 2019

આ ફિલ્મ માટે શુભકામનોઓ!’. ‘માર્ગરીટા વિથ એ સ્ટ્રો’ ફેમ ફિલ્મ નિર્માતા સોનાલી બોઝ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)’ 11 ઓક્ટોબર 2019ના રોજ રીલિઝ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મથી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત જાયરા વસીમ, ફરહાન અખ્તર (Farhan Akhtar) અને રોહીત સરાફ પણ મુખ્ય ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, ‘ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink)’ મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારીત ફિલ્મ છે.

આયશાને પલ્મનરી ફાઇબરોસિસ (Pulmonary Fibrosis)થી પીડાઇ રહી હતી. પ્રિયંકા અને ફરહાને આ ફિલ્મમાં આયશાના પેરેન્ટ્સની ભૂમિકા નિભાવી છે. પ્રિયંકા અદિતિ ચૌધરી અને ફરહાન અખ્તર (Farhan Akhtar) નિરેન ચોધરીના કિરદારમાં જોવા મળી રહ્યા છે. જ્યારે જાયરાએ આયશાનો રોલ અદા કરી રહી છે. આ ફિલ્મ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)ના બોલીવુડ ફેન્સ માટે પણ ખાસ છે. કેમ કે, પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) બાજીરાવ મસ્તાની બાદ આ ફિલ્મથી કમબેક કરવાની છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news