THAPPAD TRAILER : તાપસીની ફિલ્મનું ટ્રેલર રિલીઝની સાથે જ ચર્ચામાં

ફિલ્મના લીડ રોલમાં તાપસી પન્નુને ચમકાવતી ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર રીલીઝ થયું હતું. ટ્રેલર ઘરેલુ હિંસા જેવા દરેક ઘરને સ્પર્શતા મુદ્દા પર આધારિત છે.

Updated By: Jan 31, 2020, 08:12 PM IST
THAPPAD TRAILER : તાપસીની ફિલ્મનું ટ્રેલર રિલીઝની સાથે જ ચર્ચામાં

મુંબઈ : ફિલ્મના લીડ રોલમાં તાપસી પન્નુ (Tapsi pannu)ને ચમકાવતી ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર રીલીઝ થયું હતું. ટ્રેલર ઘરેલુ હિંસા જેવા દરેક ઘરને સ્પર્શતા મુદ્દા પર આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે. ફિલ્મમેકર અનુભવ સિંહાની ફિલ્મ થપ્પડમાં તાપસી સાથે પવેઈલ ગુલાટી છે. રામ કપૂર, રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા અને તન્વી આઝમી પણ ફિલ્મમાં મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 28 ફેબ્રુઆરીએ રીલીઝ થઈ રહી છે.

Video: રણવીર સિંહે કરી '83'ના કો-સ્ટારને કિસ પછી બોલ્યો- તારી ભાભી જોઈ રહી છે

તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર રિલીઝ થયું છે. ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’ ફેમ ડિરેક્ટર અનુભવ સિન્હાની આ ફિલ્મ પણ સમાજના વાઇફ બીટિંગ જેવા હાર્ડ હિટિંગ મુદ્દા પર જ છે. ફિલ્મમાં દિયા મિર્ઝા પણ સામેલ છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરતાં તાપસીએ લખ્યું કે, ‘હાં બસ એક થપ્પડ... પર નહીં માર સકતા!’

ટ્રેલરમાં હેપી ફેમિલી પિક્ચરમાંથી તરત જ એ ઘટના દર્શાવાય છે જ્યારે તાપસીને તેનો પતિ એક સણસણતો તમાચો ચોડી દે છે. ત્યાર પછી તાપસી પતિ સામે કાનૂની જંગ છેડે છે અને લગ્ન જીવનમાં તેને જે અન્યાય થયો છે તેની વાત દુનિયા સામે રાખે છે. થપ્પડના ટ્રેલરની છેલ્લી લાઈન જ એ છે કે- “થપ્પડ કે બાદ મુઝે વો સારી ચીઝેં સાફ સાફ દિખને લગી જિસકો મેં મૂવ ઓન કરકે અનદેખા કરતે જા રહી થી.” 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો બોલિવૂડના અન્ય સમાચાર