નેટફિક્સ પર આવશે દિલ્હી ક્રાઈમ, કોટા ફેક્ટરી સહિત આ 5 વેબ સરીઝની ત્રીજી સીઝન

Netflix Web Series Season 3: નેટફિક્સ પર રિલીઝ થયેલી વેબસરીઝમાં આ 5 વેબ સિરીઝ સૌથી વધુ લોકપ્રિય થઈ હતી. ત્યારે હવે દર્શકો માટે આ વેબ સિરીઝની ત્રીજી સિઝન પણ રિલીઝ કરવામાં આવશે. 

નેટફિક્સ પર આવશે દિલ્હી ક્રાઈમ, કોટા ફેક્ટરી સહિત આ 5 વેબ સરીઝની ત્રીજી સીઝન

Netflix Web Series Season 3: નેટફિક્સ પર ટૂંક સમયમાં જ પાંચ સૌથી લોકપ્રિય વેબ સિરીઝની ત્રીજી સિઝન રિલીઝ થશે. જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. નેટફિક્સ પર રિલીઝ થયેલી વેબસરીઝમાં આ 5 વેબ સિરીઝ સૌથી વધુ લોકપ્રિય થઈ હતી. ત્યારે હવે દર્શકો માટે આ વેબ સિરીઝની ત્રીજી સિઝન પણ રિલીઝ કરવામાં આવશે. સત્તાવાર જાહેર કર્યા અનુસાર નેટફ્લિક્સ પર આ વર્ષ દરમિયાન દિલ્હી ક્રાઈમ, કોટા ફેક્ટરી સહિત પાંચ પોપ્યુલર વેબ સિરીઝની ત્રીજી સિઝન રિલીઝ થશે. 

દિલ્હી ક્રાઈમ સિઝન 3

દિલ્હી ક્રાઈમ વેબ સીરીઝ હાઈ પ્રોફાઈલ કેસની તપાસ પર આધારિત વેબ સિરીઝ છે. આ વેબ સિરીઝની પહેલી બે સીઝન ખૂબ જ હીટ રહી હતી. ત્યારે હવે તેની ત્રીજી સિઝન પણ રિલીઝ થશે. 

આ પણ વાંચો:

કોટા ફેક્ટરી 

કોટા ફેક્ટરી પણ લોકપ્રિય વેબ સિરીઝ છે. જેનું નિર્દેશન રાઘવ સુબ્બુએ કરેલું છે. આ વેબ સીરીઝ કોચિંગ સેન્ટરમાં એન્જિનિયરિંગ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઉપર આધારિત છે. આ વેબ સિરીઝમાં જીતેન્દ્રકુમાર ફિઝિક્સના ટીચર ના પાત્રમાં જોવા મળશે. આ વેબ સિરીઝની પહેલી સીઝન 2019 માં આવી હતી.

મિસ મેચ્ડ

નેટફિક્સની આ વેબ સિરીઝ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય રહી હતી. મિસ મેચ્ડમાં પ્રાજક્તા કોહલી અને રોહિત શરાફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેમની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ ગમી હતી.

બોલીવુડ વાઈફ્સ

કરણ જોહરના ધર્મ પ્રોડક્શનની ફેબ્યુલસ લાઈફ ઓફ બોલીવુડ વાઈફ્સ વેબ સીરીઝની પણ ત્રીજી સિઝન રિલીઝ થવાની છે. આ વેબ સિરીઝમાં બોલીવુડ એક્ટર્સની પત્નીઓના જીવન વિશે ખુલાસા કરવામાં આવે છે. આ વેબ સિરીઝમાં મહિપ કપૂર, ભાવના પાંડે, સીમા ખાન અને નીલમ કોઠારી જોવા મળે છે.

She
She પણ એક લોકપ્રિય વેબ સિરીઝ છે જેનો ત્રીજો પાર્ટ ટુંક સમયમાં રિલીઝ થશે. આ એક ક્રાઈમ થ્રીલર વેબ સિરીઝ છે જેની પહેલી બે સીઝન ખૂબ જ હીટ સાબિત થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news