સોશિયલ મીડિયામાં જામ્યો રજનીકાંતનો 'દરબાર', લોકો ધડાધડ જોઈ રહ્યા છે ટ્રેલર

સુપરસ્ટાર રજનીકાંત (Rajnikanth)ની આગામી ફિલ્મ છે દરબાર (Darbar). આ ફિલ્મમાં તેઓ પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે. તેમની આ ફિલ્મનું ટ્રેલર (Trailer) હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. 

સોશિયલ મીડિયામાં જામ્યો રજનીકાંતનો 'દરબાર', લોકો ધડાધડ જોઈ રહ્યા છે ટ્રેલર

મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંત (Rajnikanth)ની આગામી ફિલ્મ છે દરબાર (Darbar). આ ફિલ્મમાં તેઓ પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે. તેમની આ ફિલ્મનું ટ્રેલર (Trailer) હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ‘દરબાર’નું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે અને લોકો ધડાધડ એને જોઈ રહ્યા છે.

‘દરબાર’માં રજનીકાંત એક પોલીસવાળાના રોલમાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર ‘દરબાર’ ફિલ્મના રજનીકાંતના લૂકના વખાણ થઈ રહ્યા છે. ‘દરબાર’નું ટ્રેલર મુંબઈની એક ગ્રાન્ડ ઈવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું, આ ફિલ્મમાં નયનતારા, સુનીલ શેટ્ટી, પ્રતીક બબ્બર અને યોગી બાબુ જેવા સ્ટાર્સ જોવા મળશે.

આ ફિલ્મમાં રજનીકાંત અને નયનતારાનો રોમાન્સ જોવા મળશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષામાં તારીખ 10 જાન્યુઆરી, 2020ના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મના ડિરેક્ટર એઆર મુરુગદાસ છે. અગાઉ પણ રજનીકાંત ઘણી ફિલ્મોમાં પોલીસવાળાનો રોલ કરી ચૂક્યા છે. પરંતુ, ‘દરબાર’માં તેઓ વર્ષો બાદ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news