Oscar 2022 Nomination: બોલિવુડમાંથી Oscar માટે બે ફિલ્મો થઈ નોમિનેટ, એકથી એક ચઢીયાતી છે કહાની

દર વર્ષે ભારતીય સિનેમાની ઘણી ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થાય છે. આ વખતે ઓસ્કર 2022 માટે વિદ્યા બાલન  (Vidya Balan) સ્ટારર 'શેરની' (Sherni) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) સ્ટારર ફિલ્મ 'ઉધમ સિંહ' (Sardar Udham)  નોમિનેટ થઈ છે.

 Oscar 2022 Nomination: બોલિવુડમાંથી Oscar માટે બે ફિલ્મો થઈ નોમિનેટ, એકથી એક ચઢીયાતી છે કહાની

નવી દિલ્હી: આગામી વર્ષે 27 માર્ચ, 2022 ના રોજ 94મા એકેડેમી એવોર્ડ (Academy Awards) યોજાનાર છે. દર વર્ષે ભારતીય સિનેમાની ઘણી ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થાય છે. આ વખતે ઓસ્કર 2022 માટે વિદ્યા બાલન  (Vidya Balan) સ્ટારર 'શેરની' (Sherni) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) સ્ટારર ફિલ્મ 'ઉધમ સિંહ' (Sardar Udham)  નોમિનેટ થઈ છે. આ પ્રસંગે બન્ને બોલિવુડ સ્ટાર્સે ખુશી વ્યક્ત કરી છે. સાથે જ તેમના પ્રશંસકો અને અન્ય સ્ટાર્સ પણ તેમને અભિનંદન આપી રહ્યા છે.

14 ફિલ્મો ભારત તરફથી ઓસ્કાર માટે નામાંકિત
દર વર્ષે ઓસ્કાર (Oscar) માટે જ્યુરી ઘણી ફિલ્મો પસંદ કરે છે. જ્યુરીએ ભારતીય સિનેમાની 14 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરી છે. આમાંથી માત્ર એક જ ફિલ્મ ફાઈનલમાં શોર્ટલિસ્ટ થશે. આ 14 ફિલ્મોમાં મલયાલમ ફિલ્મ 'નાયટુ', તમિલ ફિલ્મ 'મંડેલા', હિન્દી ફિલ્મોમાં વિદ્યા બાલનની 'શેરની' અને તાજેતરમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલની 'સરદાર ઉધમ સિંહ' નો સમાવેશ થાય છે.

બોલીવુડની બે ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી કેટેગરીમાં સૌથી મોટી દાવેદાર તરીકે જે ફિલ્મોની ગણના થઈ રહી છે તેમાં વિદ્યા બાલન  (Vidya Balan) ની 'શેરની'  (Sherni)અને તાજેતરમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલ (Vicky Kaushal)ની ફિલ્મ 'સરદાર ઉધમ' છે. અમિત વી મસુરકર દ્વારા નિર્દેશિતમાં બનેલી ફિલ્મમાં વિદ્યા બાલન એક વન અધિકારીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે જે માનવભક્ષી બનેલા વાઘને પકડવાની કોશિશ કરે છે.  

વિકી કૌશલ અને વિદ્યાની ફિલ્મોને નોમિનેશન મળ્યું
જ્યારે ફિલ્મ 'સરદાર ઉધમ'માં વિકી કૌશલ ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં છે. આ એ વીર ક્રાંતિકારીની કહાની છે જેણે 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે એક બ્રિટિશ અધિકારીને ગોળી મારી હતી. આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સરકારે કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news